Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉચ્છલ નજીક પીકઅપની ટક્કરે બાઈક સવારનું મોત:રોંગ સાઈડમાં આવેલી પીકઅપે લીધો જીવ, ચાલક સામે ગુનો દાખલ

    15 hours ago

    તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના દેવચાંદની ગામની સીમમાં સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી પીકઅપ ગાડીએ મોટર સાઈકલ સવારને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના આજે બપોરે 3 વાગ્યાના સુમારે ઉચ્છલ-નિઝર રોડ પર દેવચાંદની ગામ પાસેના બ્રિજ નજીક બની હતી. મારૂતિ સુઝુકી સુપર કેરી મીની પીકઅપ ગાડી (નંબર GJ-19-Y-6761) ના ચાલક માનવેન્દ્રસિંહ જોગસિંહ ચૌહાણે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી હતી. પીકઅપ ગાડી રોંગ સાઈડમાં આવીને સામેથી આવતી પલ્સર મોટર સાઈકલ (નંબર GJ-26-AH-1355) ને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર માર્ગીયાભાઈ બાવાભાઈ વસાવા (ઉ.વ. ૫૧, રહે. આમકુટી ગામ, નિશાળ ફળિયું, તા. ઉચ્છલ) ને માથાના પાછળના ભાગે અને ચહેરા પર ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૃતકના દીકરી પાર્વતીબેન પિયુષભાઈ વસાવાએ આ ઘટના અંગે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પીકઅપ ગાડીના ચાલક માનવેન્દ્રસિંહ જોગસિંહ ચૌહાણ (રહે. મુળ સાચોર, જિ. જાલોર, રાજસ્થાન; હાલ રહે. રૂમકીતલાવ ગામ, તા. નિઝર) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટની કલમ ૧૩૩, ૧૭૮ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શામળાજીમાં પવન સાથે વરસાદ શરૂ:અસહ્ય ગરમીથી લોકોને રાહત, વાતાવરણમાં ઠંડક પ્રસરી
    Next Article
    હીરા બજારમાં રૂ. 68 લાખની ઠગાઈ:EV સ્ટેશનમાં લાખોની ચોરી અને સસ્તા સોનાની લાલચે જમીન દલાલ છેતરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment