Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હીરા બજારમાં રૂ. 68 લાખની ઠગાઈ:EV સ્ટેશનમાં લાખોની ચોરી અને સસ્તા સોનાની લાલચે જમીન દલાલ છેતરાયો

    16 hours ago

    સુરત શહેરમાં ત્રણ ગુનાહિત ઘટનાઓ સામે આવી છે, જેણે પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. પ્રથમ ઘટનામાં મહીધરપુરા હીરા બજારના એક દલાલ મારફતે 10 જેટલા વેપારીઓ પાસેથી લાખો રૂપિયાના હીરા પડાવી લઈ રૂ. 68.18 લાખની આર્થિક નુકસાની પહોંચાડવામાં આવી છે. બીજી ઘટના સ્માર્ટ સિટીના સરકારી પ્રોજેક્ટ પર તસ્કની છે, જેમાં ખટોદરા ખાતે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યરત EV ચાર્જિંગ સ્ટેશનમાંથી કિંમતી કેબલો અને અદ્યતન ચાર્જિંગ ગનની ચોરી થઈ છે. જ્યારે ત્રીજી ઘટનામાં ભટારના એક જમીન દલાલને બજાર ભાવ કરતા સસ્તા ભાવે સોનું અપાવવાની લાલચ આપી મુંબઈની હોટેલમાં રૂ. 9.54 લાખ પડાવી ગઠિયાઓ રફુચક્કર થઈ ગયા છે. 10 વેપારીઓનો માલ લઈ પિપલોદનો હીરા વેપારી રૂ. 68 લાખ ઓળવી ગયો પાલ વિસ્તારમાં આવેલા સિમંધર કેમ્પસમાં રહેતા 48 વર્ષીય સમીરભાઈ પ્રવિણચંદ્ર સંઘવી મહીધરપુરા હીરા બજારમાં લાંબા સમયથી દલાલીનું કામ કરે છે. વર્ષ 2021માં તેમની મુલાકાત પિપલોદના જીમખાના રોડ પર સુરભિ એપાર્ટમેન્ટમાં રહેતા હીરા વેપારી પ્રિતેશ મહેશ રેશમવાલા સાથે થઈ હતી. શરૂઆતમાં પ્રિતેશે વાયદા પ્રમાણે પેમેન્ટ ચૂકવીને મોટો વિશ્વાસ કેળવ્યો હતો. આ વિશ્વાસના આધારે જ માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન પ્રિતેશે દલાલ સમીરભાઈ મારફતે અન્ય 10 હીરા વેપારીઓ પાસેથી 20 દિવસની મુદતે રૂ. 99.18 લાખનો નેચરલ ડાયમંડનો માલ ખરીદ્યો હતો. જોકે, મુદત પૂરી થતાં જ્યારે સમીરભાઈએ ઉઘરાણી કરી ત્યારે પ્રિતેશે માત્ર 31 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના રૂ. 68.18 લાખ ટૂંક સમયમાં ચૂકવવાનો વાયદો કર્યો હતો. ઓફિસ-ઘર બંધ કરી વેપારી ફરાર બાકી નીકળતી માતબર રકમની ચૂકવણી ન થતાં જ્યારે હીરા દલાલ સમીર સંઘવી પિપલોદ ખાતે આરોપી વેપારીની ઓફિસે પહોંચ્યા તો ત્યાં તાળા લટકતા હતા અને તેનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. આથી ગભરાયેલા દલાલ પોતાની પત્ની સાથે પ્રિતેશના ઘરે પહોંચ્યા હતા, પરંતુ આરોપી ત્યાંથી પણ ગાયબ થઈ ગયો હતો. છેવટે આ મામલે સમીરભાઈએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પ્રિતેશ રેશમવાલા સામે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો દાખલ કર્યો છે. આ કેસની આર્થિક ગુનાખોરીની ગંભીરતાને જોતા સુરત પોલીસ કમિશનર દ્વારા આ કેસની તપાસ ઈકોસેલને સોંપવામાં આવી છે. EV ચાર્જિંગ સ્ટેશનમાં લાખોની ચોરી સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા પર્યાવરણની જાળવણી અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે શહેરમાં ફાસ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ હવે આ સરકારી મિલકતો તસ્કરોના નિશાને ચઢી છે. ખટોદરા રાયકા સર્કલ પાસે આવેલા SMC ઇવોલ્યુટ ચાર્જિંગ સ્ટેશનમાંથી ચોરોએ અત્યંત ચાલાકીપૂર્વક રૂ. 5.50 લાખના કિંમતી કેબલો અને અદ્યતન ચાર્જિંગ ગનની ચોરી કરી લીધી છે. આ સ્ટેશનની દેખરેખ અને ઓપરેશન-મેઇન્ટેનન્સનું કામ સંભાળતી પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડ કંપનીને પાલિકાએ 25 લોકેશનો માટે 10 વર્ષનો વર્ક ઓર્ડર આપ્યો છે. આ ચોરીની ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સિક્યુરિટી ગાર્ડ નિસાર શેખ સવારે 10 વાગ્યે નોકરી પર હાજર થયો હતો. સીસીટીવી અને લાઈટિંગના વાયરો કાપી ચોરોએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો ચાર્જિંગ સ્ટેશન પર પહોંચતા જ ગાર્ડે જોયું કે ચાર્જિંગ યુનિટના કેબલ કપાયેલા હતા. ચોરોએ ચાર્જિંગ યુનિટ નંબર-77 ની ત્રણ ચાર્જિંગ ગન અને યુનિટ નંબર-78 ની બે ચાર્જિંગ ગન સહિત કુલ 5 મોંઘીદાટ ચાર્જિંગ ગન અને કિંમતી વાયરો કાપી લીધા હતા, જેની કિંમત રૂ. 5.40 લાખ થાય છે. આ ઉપરાંત, પોતાની ઓળખ છુપાવવા અને પકડાઈ જવાના ડરથી ચોરોએ સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરા અને લાઈટિંગના વાયરો (કિંમત રૂ. 10,000) પણ કાપી નાખ્યા હતા અને સામાન ચોરી ગયા હતા. આ અંગે કંપનીના સીનિયર એન્જિનિયર ગજાનંદ બૈસાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આસપાસના અન્ય સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જમીન દલાલે રૂ. 9.54 લાખ ગુમાવ્યા ત્રીજો કિસ્સો ભટાર રોડ પર રહેતા અને જમીન દલાલીનું કામ કરતા 39 વર્ષીય રાજબાબુ કુસરેયા જોગુ સાથે બન્યો છે. રાજબાબુ વેસુ વી.આઈ.પી. રોડ પર આવેલી ‘દેવાંશ ટેક્ષ સર્વિસ’ નામની ઓફિસે ગયા હતા, જ્યાં તેમના 15 વર્ષ જૂના મિત્ર અમોલે તેમની મુલાકાત મનીષ પાલ નામના વ્યક્તિ સાથે કરાવી હતી. મનીષ પાલે જમીન દલાલને વિશ્વાસમાં લેતા કહ્યું હતું કે, "જો તમારે ગોલ્ડમાં રોકાણ કરવું હોય તો મારો એક ઓળખીતો તમને બજાર ભાવ કરતા 3 ટકા ઓછા ભાવે સોનું અપાવી દેશે." સસ્તા સોનાની લાલચમાં આવીને રાજબાબુએ રૂ. 9 લાખનું સોનું ખરીદવાની તૈયારી બતાવી હતી અને ટોકન પેટે રૂ. 3 લાખ આપવાનું નક્કી થયું હતું. આંગડિયા અને ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ગઠિયાઓ મુંબઈની હોટેલમાંથી ફરાર આ સોદાબાજી માટે આરોપી મનીષ પાલે જમીન દલાલ રાજબાબુને મુંબઈ બોલાવ્યા હતા. મુંબઈના બોરીવલીની ઇન્દિરાલોક રેસ્ટોરન્ટમાં રાજબાબુ બીજા આરોપી અતુલ વિજયકાંત પટેલ (રહે. ભાયંદર, મુંબઈ)ને મળ્યા હતા. આરોપીઓએ સામસામે રોકડા આપી સોનું આપવાની વાત કરી હતી. વિશ્વાસમાં આવેલા દલાલે સુરતના ભાગળ ખાતેથી મહેન્દ્રભાઈ સોમાભાઈ આંગડિયા મારફતે રૂ. 1.55 લાખ મોકલાવ્યા અને આરોપીના બેંક ખાતામાં રૂ. 1.60 લાખ ટ્રાન્સફર કર્યા હતા. બાકીના રૂપિયા આપવા રાજબાબુ મુંબઈની વિર્લે પાર્લેમાં આવેલી જીવન હોટેલમાં અતુલને મળવા ગયા, જ્યાં રૂ. 98,500 ઓનલાઇન ટ્રાન્ઝેક્શનથી અને રૂ. 5.90 લાખ રોકડા આપ્યા હતા. અતુલ "હમણાં 10 મિનિટમાં સોનું લઈને આવું છું" તેમ કહી હોટેલમાંથી પૈસા લઈને રફુચક્કર થઈ ગયો હતો. આ મામલે વેસુ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઉચ્છલ નજીક પીકઅપની ટક્કરે બાઈક સવારનું મોત:રોંગ સાઈડમાં આવેલી પીકઅપે લીધો જીવ, ચાલક સામે ગુનો દાખલ
    Next Article
    India vs Netherlands LIVE Score, Women's T20 World Cup 2026: Netherlands Falter In 210-Run Chase, Go 5 Down

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment