Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન-૩ હોદ્દેદારોની શપથવિધિ:જૂનાગઢમાં સરસ્વતી સન્માન સાથે પ્રમુખ સતીષભાઈ વિઠલાણીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો

    1 day ago

    વિશ્વમાં વસતા લોહાણા સમાજની માતૃ સંસ્થા શ્રી વિશ્વ લોહાણા મહાપરિષદ દ્વારા જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઝોન-૩ ના હોદ્દેદારોની શપથવિધિ અને સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહાપરિષદના વરિષ્ઠ હોદ્દેદાર નીતિનભાઈ રાયચુરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાના 85 ટકાથી વધુ ગુણ મેળવેલ નોંધાયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્ઞાતિના શ્રેષ્ઠીઓ, મહાનુભાવો, મોટી સંખ્યામાં આમંત્રિતો, સન્માનિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત દીપ પ્રાગટ્ય, શપથવિધિ અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયા હતા. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે મહાપરિષદની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ, આરોગ્યને લગતી રાહત ફંડની યોજનાઓ, LIBF (લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ) અંતર્ગત વેપાર એક્ઝિબિશન સહિતના કાર્યોને સફળ બનાવવા અને સમાજને એકજૂથ થવા આહવાન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહેન્દ્રભાઈ મશરૂ, ડોલરભાઈ કોટેચા, ગિરીશભાઈ કોટેચા, પ્રદીપભાઈ ખીમાણી, ટી.બી. ઉનડકર સાહેબ, ગૌરવભાઈ રૂપારેલીયા, તેમજ સૌરાષ્ટ્ર ઝોન-૩ ના હોદ્દેદારો પૈકી પાર્થભાઈ કોટેચા, યતીનભાઈ કારીયા, વિજયભાઈ ખખ્ખર, જગદીશભાઈ જોબનપુત્રા સહિતના અગ્રણીઓએ મહાપરિષદ સાથે જોડાવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મહત્વનું છે કે લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિડિયો કોન્ફરન્સથી જૂનાગઢ તેમજ ગીર સોમનાથના સૌરાષ્ટ્ર ઝોન-૩ ના નિયુક્ત હોદ્દેદારોને સમાજના છેવાડાના લોહાણા પરિવાર સુધી માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદની દરેક યોજનાઓ અને ગતિવિધિઓ પહોંચાડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સરસ્વતી સન્માન સમારોહમાં જૂનાગઢ અને ગીર સોમનાથના 85 ટકાથી વધુ માર્કસ મેળવેલા જ્ઞાતિના તમામ વિદ્યાર્થીઓને મહાપરિષદના પ્લેટફોર્મ પરથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગીર સોમનાથના હોદ્દેદારો પૈકી રવિભાઈ સામાણી, અનિસભાઈ રાચ્છ, સમીરભાઈ પોપટ, રીતેશભાઈ ટકરાર અને નીલભાઈ ચંદે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી લોહાણા મહાપરિષદ ઝોન-૩ (જૂનાગઢ - ગીર સોમનાથ) ના નેજા હેઠળ આ ભવ્ય કાર્યક્રમના અંતે સૌએ સાથે મીઠા ભોજનનો સ્વાદ માણી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    'અગર બચાવો, અગરિયા બચાવો' અભિયાન અંતર્ગત સભા યોજાઈ:પૂર્વ MLA નૌશાદ સોલંકીની આગેવાની હેઠળ અગરિયાઓની જમીન સોદા સામે ઉગ્ર આંદોલનની રણનીતિ ઘડાઈ
    Next Article
    જેતપરમાં રૂ. 14 લાખનું હીટાચી મશીન સળગાવી દેવાયું:મોડી રાત્રે પાંચથી છ શખ્સોએ તોડફોડ કરી પેટ્રોલ છાંટી આગ ચાંપી, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment