Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ અને માલદા ટાઉન વચ્ચે દોડશે પૂજા સ્પેશિયલ ટ્રેન:પશ્ચિમ રેલવે દ્વારા 14 ફેરાનું આયોજન કરાયું ​

    23 hours ago

    આગામી દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો ટાણે મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન નિયમિત ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ જોવા મળતું હોવાથી પ્રવાસીઓની સુવિધા અર્થે અમદાવાદ અને પશ્ચિમ બંગાળના માલદા ટાઉન વચ્ચે વિશેષ ભાડા સાથે સાપ્તાહિક 'પૂજા સ્પેશિયલ ટ્રેન' દોડાવવાની જાહેરાત કરાઈ છે. આ ટ્રેન બંને દિશામાં કુલ 14 ફેરા કરશે, જેનાથી ગુજરાતથી ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ તરફ અવરજવર કરતા હજારો પરપ્રાંતીય પ્રવાસીઓને સીધો લાભ મળશે અને તહેવારોમાં વતન જવું સરળ બનશે. અમદાવાદથી દર બુધવારે ઉપડશે, 13 ઓક્ટોબરથી એડવાન્સ બુકિંગ શરૂ પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, આ સ્પેશિયલ ટ્રેન આગામી 14 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી દર બુધવારે અમદાવાદથી બપોરે 3.30 વાગ્યે પ્રસ્થાન કરશે અને શુક્રવારે સવારે 10.00 વાગ્યે માલદા ટાઉન પહોંચશે. વળતા પ્રવાસમાં આ ટ્રેન 16 ઓક્ટોબરથી 27 નવેમ્બર દરમિયાન દર શુક્રવારે માલદા ટાઉનથી રાત્રે 08.05 વાગ્યે ઉપડશે અને રવિવારે બપોરે 1.00 વાગ્યે અમદાવાદ પરત ફરશે. મુસાફરોની અનુકૂળતા માટે ટ્રેનમાં એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ તેમજ જનરલ સેકન્ડ ક્લાસ કોચ જોડવામાં આવશે. આ સ્પેશિયલ ટ્રેનનું એડવાન્સ રિઝર્વેશન 13 ઓક્ટોબરથી તમામ પીઆરએસ (PRS) કાઉન્ટર્સ તેમજ આઈઆરસીટીસી (IRCTC)ની સત્તાવાર વેબસાઇટ પરથી શરૂ થઈ જશે. ગુજરાત, યુપી, બિહાર અને બંગાળના મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ આ વિશેષ ટ્રેનને લાંબા રૂટ પર અનેક મહત્વપૂર્ણ સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે, જેથી નાના શહેરોના મુસાફરોને પણ સીધી કનેક્ટિવિટી મળી રહેશે. આ ટ્રેન ગુજરાતમાં નડિયાદ, આણંદ, છાયાપુરી અને ગોધરા ખાતે ઊભી રહેશે. ત્યારબાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, બયાના, જ્યારે ઉત્તર પ્રદેશમાં ઈદગાહ આગ્રા, ટુંડલા, ઈટાવા, ગોવિંદપુરી, સુબેદારગંજ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન ખાતે રોકાણ કરશે. આ ઉપરાંત બિહારના બક્સર, આરા, દાનાપુર, પટના, બખ્તિયારપુર, મોકામા, કિઉલ, અભયપુર, જામાલપુર, સુલતાનગંજ, ભાગલપુર, કહલગાંવ તથા ઝારખંડ અને બંગાળના સાહિબગંજ, બડહરવા અને ન્યૂ ફરક્કા સ્ટેશનો પર પણ હોલ્ટ કરશે. ટેકનિકલ કારણોસર ગાંધીગ્રામ-આગ્રા કેન્ટ એક્સપ્રેસના રૂટમાં ફેરફાર બીજી તરફ, રેલવે પ્રશાસન દ્વારા ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે ચાલી રહેલી ટેકનિકલ કામગીરીના કારણે એક મહત્વની ટ્રેનના રૂટમાં કામચલાઉ ફેરફાર કરવામાં આવ્યો છે. 12 ઑક્ટોબરના રોજ ગાંધીગ્રામ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ પોતાના નિયત રૂટ ચાંદખેડા-મહેસાણાને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ગાંધીગ્રામથી નિર્ધારિત સમય મુજબ સાંજે 4.40 વાગ્યે ઉપડીને બોટાદ, સુરેન્દ્રનગર, વિરમગામ થઈને મહેસાણા તરફ આગળ વધશે. જેથી આ ટ્રેનમાં મુસાફરી કરવા ઈચ્છતા યાત્રિકોએ બદલાયેલા રૂટની નોંધ લઈને યાત્રાનું આયોજન કરવા રેલવે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    યુવતીઓને સોશિયલ મીડિયા પર હેરાન કરનારા મહિલા સહિત 8 પકડાયા:3 સગીર સામે કાર્યવાહી, ગરબા રમતા વીડિયો સાથે છેડછાડ કરીને અભદ્ર લખાણ સાથે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી
    Next Article
    પાટડીમાં પાયલોટીંગ કરતી કાર સહિત 12.49 લાખનો દારૂ ઝડપાયો:પોલીસે એક આરોપીને પકડ્યો, બે ફરાર; દસાડા પોલીસે વધુ તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment