Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર લાયન્સ ક્લબ રોયલ દ્વારા પદાધિકારીઓનું સન્માન:સ્વચ્છ સુરેન્દ્રનગર અભિયાનમાં સહયોગ માટે કરાઈ પહેલ

    1 day ago

    સુરેન્દ્રનગર લાયન્સ ક્લબ રોયલ દ્વારા મહાનગરપાલિકાના પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ સ્વચ્છ ભારત અને સ્વચ્છ સુરેન્દ્રનગર અભિયાનમાં સહયોગ આપવાના ઉદ્દેશ્યથી યોજાયો હતો. આ પ્રસંગે મહાનગરપાલિકાના પ્રથમ મેયર રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલ ચાંપાનેરી સહિતના મહાનુભાવોનું બહુમાન કરવામાં આવ્યું હતું. તેમને શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. લાયન્સ ક્લબ રોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સ્વચ્છ સુરેન્દ્રનગર બનાવવામાં સંપૂર્ણ સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ સંસ્થાના અગ્રણી આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડ GMERS વિદ્યાર્થીઓએ 140 યુનિટ રક્ત એકત્રિત કર્યું:કોલેજના ઇતિહાસમાં પ્રથમવાર ‘મેડબ્લડ’ રક્તદાન કેમ્પ યોજાયો
    Next Article
    'અગર બચાવો, અગરિયા બચાવો' અભિયાન અંતર્ગત સભા યોજાઈ:પૂર્વ MLA નૌશાદ સોલંકીની આગેવાની હેઠળ અગરિયાઓની જમીન સોદા સામે ઉગ્ર આંદોલનની રણનીતિ ઘડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment