Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ GMERS વિદ્યાર્થીઓએ 140 યુનિટ રક્ત એકત્રિત કર્યું:કોલેજના ઇતિહાસમાં પ્રથમવાર ‘મેડબ્લડ’ રક્તદાન કેમ્પ યોજાયો

    1 day ago

    વલસાડની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત મેડિકલ વિદ્યાર્થીઓ દ્વારા ‘મેડબ્લડ’ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 16 જૂનના રોજ યોજાયેલા આ કેમ્પમાં 140 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે નિર્ધારિત લક્ષ્યાંક કરતાં વધુ છે. ‘મેડબ્લડ ઇનિશિયેટિવ’ અંતર્ગત ચેતન સિસારા અને તેમની ટીમે GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલના બ્લડ સેન્ટરના સહયોગથી આ કેમ્પનું આયોજન કર્યું હતું. આયોજકોએ શરૂઆતમાં 120થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓ અને સ્ટાફના ઉત્સાહપૂર્ણ પ્રતિસાદને કારણે કુલ 140 યુનિટ રક્ત એકત્રિત કરવામાં સફળતા મળી. આ પ્રેરણાદાયી કાર્યમાં કોલેજના ડીન, સુપ્રિટેન્ડન્ટ, RMO, AHA, અને એડિશનલ ડીન સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. આ ઉપરાંત, વર્ષ 2022થી 2025ની બેચના મેડિકલ વિદ્યાર્થીઓ, 2021ની ઇન્ટર્ન બેચ, રેસિડેન્ટ ડોકટર્સ અને હોસ્પિટલના સિનિયર ફેકલ્ટી મેમ્બર્સ પણ રક્તદાન કરવા અને કેમ્પને સફળ બનાવવા માટે ઉત્સાહભેર જોડાયા હતા. ‘મેડબ્લડ’ ઇનિશિયેટિવ શરૂ કરવા પાછળ યુવા મેડિકલ વિદ્યાર્થીઓનો ઉદ્દેશ્ય સ્પષ્ટ અને માનવતાવાદી છે. આયોજક ટીમે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં સારવાર માટે આવતા કોઈ પણ ગરીબ કે જરૂરિયાતમંદ દર્દીને લોહીના અભાવે સારવારમાં વિલંબ ન થવો જોઈએ. થેલેસેમિયા, સિકલસેલ અથવા ઇમરજન્સી ઓપરેશનના દર્દીઓને સમયસર લોહી મળી રહે અને લોહીના અભાવે કોઈ દર્દીનું મૃત્યુ ન થાય તે જ તેમનો મુખ્ય સંકલ્પ છે. યુવા ડોકટર્સના આ સરાહનીય અને માનવીય અભિગમને વલસાડ પંથકમાં અને મેડિકલ આલમમાં ભારે બિરદાવવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'ગીર સેન્ચ્યુરીના બફર ઝોનમાં હોમ સ્ટેની વ્યવસ્થા આપવી નહીં':કોર્ટ મિત્રએ કહ્યું- અમરેલીના બાબરકોટમાં અલ્ટ્રાટેક સિમેન્ટને ખાણકામની મંજૂરીના સમાચારમાં અહેવાલો,કોર્ટે એફિડેવિટ માંગી
    Next Article
    સુરેન્દ્રનગર લાયન્સ ક્લબ રોયલ દ્વારા પદાધિકારીઓનું સન્માન:સ્વચ્છ સુરેન્દ્રનગર અભિયાનમાં સહયોગ માટે કરાઈ પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment