Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગીર સેન્ચ્યુરીના બફર ઝોનમાં હોમ સ્ટેની વ્યવસ્થા આપવી નહીં':કોર્ટ મિત્રએ કહ્યું- અમરેલીના બાબરકોટમાં અલ્ટ્રાટેક સિમેન્ટને ખાણકામની મંજૂરીના સમાચારમાં અહેવાલો,કોર્ટે એફિડેવિટ માંગી

    1 day ago

    એશિયાટિક સિંહોના વસવાટ ગીર અભ્યારણના ઇકો-સેન્સિટિવ ઝોનમાં હોટેલ્સ, હોમ સ્ટે, રિસોર્ટ સહિતના કોમર્શિયલ બાંધકામો મામલે સુઓમોટોનો મામલે હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટ દ્વારા રાજ્ય સરકારને ટકોર કરતાં સૂચન કરવામાં આવ્યું હતું કે, એશિયાટિક સિંહો રાજ્યનું ગૌરવ છે અને ગીર અભ્યારણ એમનું એકમાત્ર રહેઠાણ છે. ત્યારે બફર ઝોનમાં પ્રવાસીઓની અવરજવરથી જાનવરોને જોખમ ઊભું થઇ શકે છે. તેથી બફર ઝોનમાં પ્રતિબંધ રહેવો જરૂરી છે. જ્યારે અભ્યારણના બફર ઝોનની બહાર જ પ્રવાસીઓના રહેઠાણની વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટેની જરૂરી યોજના ઘડવી જોઇએ. જેથી સ્થાનિકોની આવક પણ પ્રભાવિત ન થાય અને સિંહોને પણ સંરક્ષણ મળી રહે. હવે આ મામલે આગામી દિવસોમાં હાઇકોર્ટ જરૂરી નિર્દેશ સાથે આદેશ કરશે. આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અભ્યારણની મુલાકાત લેતાં પ્રવાસીઓ રહેવા માટે ઓનલાઇન બુકિંગ કરાવતાં હશે. ત્યારે આવી ઓનલાઇન બુકિંગ સાઇટ્સને પણ જાણ કરીને માહિતગાર કરવા જોઇએ કે તેઓ આ પ્રકારના બુકિંગ્સને પ્રોત્સાહન ન આપે. આ પ્રકારની પ્રવૃત્તિઓ વધારવી જોઇએ. ગીર અભ્યારણ એવું અભ્યારણ છે જ્યાં પ્રવાસીઓ મોટાં પ્રમાણમાં આવે છે. આ વિસ્તાર એશિયાટિક સિંહોનું એક માત્ર રહેઠાણ છે. 'બફરઝોનની અંદર પ્રવાસીઓના રહેઠાણ માટેના બાંધકામ પર પ્રતિબંધ લાદવો જોઈએ' રાજ્ય સરકારને હાઇકોર્ટે ટકોર કરતાં એવું સૂચન કર્યું હતું કે, આ વિસ્તારના લોકોને એ બાબતે કોઇને કોઇ રીતે પ્રોત્સાહિત કરવા જોઇએ કે તેઓ અભ્યારણના બફર ઝોનની બહાર હોમ સ્ટે વગેરે બનાવે અથવા ઊભા કરે. આ માટે જરૂરી જણાય તો તેમને કંઇક ઇન્સેન્ટિવ્સ પણ આપવાની સ્કીમ બનાવી શકાય. પરંતુ જો કોઇ પણ પ્રવાસીઓને રહેવા માટે બફર ઝોનની અંદર બાંધકામ કરતો હોય તો તેના પર પ્રતિબંધ લાદવો જરૂરી છે. પ્રવાસીઓનો ધસારો તો અભ્યારણમાં રહેવાનો પરંતુ આ ધસારાનું રોકાણ બફર ઝોનની બહાર હોવું જોઇએ. કોર્ટે સુનાવણી દરમિયાન જીમ કોર્બેટ પાર્કનું ઉદાહરણ આપ્યું આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, બફર ઝોનની અંદર હોમ સ્ટે, હોટેલ્સ કે રિસોર્ટ જેવી પ્રવૃત્તિઓ ન ચલાવી શકાય. જો એવું થાય તો પ્રવાસી મોટાં પ્રમાણમાં અહીં આવ-જા કરશે. તેમના માટેની વેસ્ટ મેનેજમેન્ટ જેવી અન્ય જરૂરિયાતો ઊભી કરવી પડે. વાહનોનો ખડકલો પણ થઇ શકે છે અને તેનાથી સિંહો સહિતના જાનવરોને જોખમ ઊભો થઇ શકે છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે જીમ કોર્બેટનો દાખલો આપતાં કહ્યું હતું કે, કોર્બેટ ખૂબ સરસ દાખલો છે, અહીં એકાદને બાદ કરતાં મોટાભાગનું બાંધકામ ઝોનની બહાર છે. સરકારને ચોક્કસ પ્લાન કે સ્કીમ બનાવવા સૂચન કોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, તેઓ સમજી શકે છે કે ગીર અભ્યારણના બફર ઝોનમાં લોકો પહેલાંથી રહેતાં આવ્યા છે. ત્યારે સરકારે એમ કહ્યું હતું કે રિઝર્વ ફોરેસ્ટ અને સેન્ચ્યુરી પાછળથી વિકસી છે, પરંતુ ટાઉન અને તાલુકા એના પહેલાંથી છે. માણસો અને જાનવર બધાં સાથે રહે છે. સરકારને કોર્ટે ટકોર કરતાં એવું સૂચન પણ કર્યું હતું કે જો તમે ફોરેસ્ટ વિભાગ, જિલ્લા વહીવટી વિભાગ વગેરે વિભાગોની જોઇન્ટ મિટિંગ ગોઠવો અને કોઇ પ્લાન કે સ્કીમ બનાવો અને લોકોને પ્રોત્સાહિત કરો તો કંઇ ઉકેલ આવી શકે છે. જેથી સ્થાનિકોની આવક પ્રભાવિત ન થાય અને સિંહોને સંરક્ષણ પણ મળે. કોર્ટ મિત્રની મૌખિક રજૂઆત બાદ કોર્ટે કહ્યું- એફિડેવિટ પર વિગત આપો આ દરમિયાન કોર્ટ મિત્ર તરફથી એવી રજૂઆત મળી હતી કે, સમાચાર પત્રોમાં અહેવાલ પ્રકાશિત થયો છે કે સિંહ કોરિડોર એવી અમરેલીના બાબરકોટ વિસ્તારમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને માઈનીંગની લીઝ આપવામાં આવી છે. આ સંદર્ભે વાઇલ્ડ લાઇફ બોર્ડના મેમ્બર્સ દ્વારા પણ તેમને જાણ કરવામાં આવી છે. જો કે સરકારી વકીલે કહ્યું હતું કે રાજ્ય સરકાર સિંહોને લઈને ખૂબ જ સંવેદનશીલ છે અને ઇકો સેન્સિટિવ ઝોનમાં સરકાર આવી કોઈ મંજૂરી આપી શકે નહીં. ગુજરાત હાઇકોર્ટે પણ કોર્ટ મિત્રોને ફક્ત મૌખિક નિવેદનો ન કરતા એફિડેવીટ ઉપર વિગતો આપવા જણાવ્યું હતું. આ અંગે વધુ સુનવણી આગામી સમયમાં યોજાશે.
    Click here to Read More
    Previous Article
    પારસીઓના અંતિમધામને લઈને હાઇકોર્ટમાં અરજી:જશોદાનગરમાં ટાવર ઓફ સાયલન્સની 40% જમીન TP સ્કીમમાં કપાતમાં જાય છે, આ જગ્યા અમારી પોતાની માલિકીની
    Next Article
    વલસાડ GMERS વિદ્યાર્થીઓએ 140 યુનિટ રક્ત એકત્રિત કર્યું:કોલેજના ઇતિહાસમાં પ્રથમવાર ‘મેડબ્લડ’ રક્તદાન કેમ્પ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment