Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારસીઓના અંતિમધામને લઈને હાઇકોર્ટમાં અરજી:જશોદાનગરમાં ટાવર ઓફ સાયલન્સની 40% જમીન TP સ્કીમમાં કપાતમાં જાય છે, આ જગ્યા અમારી પોતાની માલિકીની

    1 day ago

    શહેરના જશોદાનગર વિસ્તારમાં પારસી સમુદાયના અંતિમ સંસ્કાર માટેના ટાવર ઓફ સાયલન્સને લઇને હાઇકોર્ટ સમક્ષ એક અરજી કરવામાં આવેલી છે. વર્ષ 2007માં થયેલી આ અરજીની સુનાવણી હાઈકોર્ટ સમક્ષ થઇ હતી. જેમાં પ્રાથમિક સુનાવણી બાદ કોર્ટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જરૂરી માહિતી મેળવીને કોર્ટ સમક્ષ 24મી જૂને રજૂ કરવા કહ્યું છે. અંતિમ સંસ્કારની વિધિમાં મુશ્કેલ ઊભી થાય એવો ઘાટ સર્જાયો અમદાવાદ પારસી પંચાયત દ્વારા આ મુદ્દે અરજી કરવામાં આવી છે. જેની સુનાવણીમાં કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, પારસીઓ તેમના અંતિમ સંસ્કાર ટાવર ઓફ સાયલન્સ ખાતે કરતાં હોય છે. આ માટે વિશાળ જગ્યા જોઇતી હોય છે અને અહીં ગીધ મોટાં પ્રમાણમાં આવી શકે એવી વ્યવસ્થા રાખવાની હોય છે. હવે અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં પારસીઓના અંતિમ સંસ્કાર માટેનું જે ટાવર ઓફ સાયલન્સ આવેલું છે, એ ટાઉન પ્લાનિંગ સ્કીમના કારણે કપાતમાં જાય છે. જેથી તેમના અંતિમ સંસ્કારની વિધિમાં મુશ્કેલ ઊભી થાય એવો ઘાટ સર્જાયો છે. TP સ્કીમમાં 40 ટકા જેટલો ભાગ કપાતમાં આ સ્થળ પર પારસી સમુદાયની એક વ્યક્તિ અને અમદાવાદ પારસી પંચાયત દ્વારા 33 હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. જે હાલ વિશાળકાય થઇ ગયા છે. પરંતુ હવે TP સ્કીમમાં 40 ટકા જેટલો ભાગ કપાતમાં જઇ રહ્યો છે. આ જમીન અમને સરકાર દ્વારા આપવામાં આવી નથી, પરંતુ આ અમારી પોતાની માલિકીની છે. હાઇકોર્ટે જે સ્ટે આપ્યો એ અનિશ્ચિત સમય માટેનો ના હોઇ શકે જો કે હાલ પ્રસ્તાવિત ડ્રાફ્ટ સ્કીમ છે, એ બાબતે અમારું સદનસીબ છે અને અમે આખી સ્કીમ ખોરંભે મુકાય એવું ઇચ્છતા નથી. અમે ઇચ્છીએ છીએ કે અમારી જગ્યા જે અત્યંત જરૂરી છે એ એવી રીતે જ રાખવામાં આવે. હાઇકોર્ટે આ મામલે સરકારને સવાલ કર્યો હતો કે તમારું આ મામલે શું કહેવું છે. આ મુદ્દે હાઇકોર્ટે જે સ્ટે આપેલો છે એ અનિશ્ચિત સમય માટેનો ના હોઇ શકે. કોઇ તો નક્કર સમાધાન લાવવો જ પડે. તમે ક્યારે આ મામલે જવાબ આપી શકો એમ છો.
    Click here to Read More
    Previous Article
    હળવદ પોલીસે દેશી તમંચા સાથે શખ્સ ઝડપ્યો:ભલગામડા સીમમાંથી હથિયાર કબજે, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
    Next Article
    'ગીર સેન્ચ્યુરીના બફર ઝોનમાં હોમ સ્ટેની વ્યવસ્થા આપવી નહીં':કોર્ટ મિત્રએ કહ્યું- અમરેલીના બાબરકોટમાં અલ્ટ્રાટેક સિમેન્ટને ખાણકામની મંજૂરીના સમાચારમાં અહેવાલો,કોર્ટે એફિડેવિટ માંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment