Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાતલપુરમાં જાહેર કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો ઉઠાવ્યાં:ધારાસભ્ય અને આગેવાનો સમક્ષ ઉગ્ર રજૂઆત

    6 days ago

    સાતલપુર ગામમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા અને પાટણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વજા ભુવાજી ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ તેમની સમક્ષ ખાસ કરીને પીવાના પાણીની સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત્ રહેતા સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, ગટર લાઈનની અપૂર્ણ વ્યવસ્થા, ગામમાં વધતી ગંદકી અને હાઈવે પરના દબાણ જેવા અન્ય પ્રશ્નો અંગે પણ સ્થાનિકોએ આગેવાનોનું ધ્યાન દોર્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓ અને ઉપસ્થિત આગેવાનો સમક્ષ માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટડીના મોટી મજેઠીમાં જનકલ્યાણ શિબિર યોજાઈ:ત્રણ દિવસ આવકના દાખલા સહિતના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ
    Next Article
    પાટણ કલેક્ટરનો નિર્ણય: NH-68 પ્રોજેક્ટ માટે જમીન વપરાશ પર પ્રતિબંધ:NHAI મંજૂરી વિના બાંધકામ કે NA નહીં, ઉલ્લંઘન કરનાર અધિકારી જવાબદાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment