Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીના મોટી મજેઠીમાં જનકલ્યાણ શિબિર યોજાઈ:ત્રણ દિવસ આવકના દાખલા સહિતના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ

    6 days ago

    પાટડી તાલુકાના મોટી મજેઠી ગામ ખાતે દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારની અધ્યક્ષતામાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં લાભાર્થીઓ અને અરજદારોને આવકના દાખલા, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર સહિતના વિવિધ દાખલાઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ શિબિરનો મુખ્ય હેતુ વન વિભાગ, આરોગ્ય વિભાગ, બેંક વિભાગ અને વીજળી વિભાગ સંબંધિત પ્રશ્નોનું ત્રણ દિવસ સુધી સ્થળ પર જ નિરાકરણ લાવવાનો છે. આનાથી ગ્રામજનોને સરકારી સેવાઓ માટે દૂર જવું નહીં પડે અને સમયનો બચાવ થશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય નટુજી ઠાકોર, રમેશભાઈ, આગેવાન નનુભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિલીપભાઈ માલકિયા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત સદસ્ય સવજીભાઈ મકવાણા, પ્રવીણભાઈ, ભાઈલાલભાઈ, વિષ્ણુભાઈ, રણધીરસિંહ, જયદેવભાઈ, તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ પ્રકાશભાઈ ડોડીયા, ગામના સરપંચ સહિત અનેક આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ધર્મ પરિવર્તન કરવા અફઝલનું દબાણ, પરિણીતાનો આપઘાતનો પ્રયાસ:પીડિતાએ કહ્યું- દરગાહમાં દોરો બાંધી પાણી પીવડાવતા, હોટલમાં દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો
    Next Article
    સાતલપુરમાં જાહેર કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો ઉઠાવ્યાં:ધારાસભ્ય અને આગેવાનો સમક્ષ ઉગ્ર રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment