Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અફઝલનું ધર્મ પરિવર્તન કરવા દબાણ, પરિણીતાનો આપઘાતનો પ્રયાસ:પીડિતાએ કહ્યું- દરગાહમાં દોરો બાંધી પાણી પીવડાવતા, હોટલમાં દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો

    2 days ago

    ગુજરાતમાં લવ જેહાદ અને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે રાજકોટમાં વધુ એક ચોંકાવનારો અને કંપારી છૂટી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં અફઝલ સીદા નામના યુવક દ્વારા હિન્દુ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી, ધાક-ધમકીઓ આપીને ધર્મ પરિવર્તન કરાવવા માટે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાની સનસનાટીભરી વિગતો સામે આવી છે. અફઝલના સતત વધતા ત્રાસ અને બ્લેકમેલિંગથી કંટાળીને આખરે પરિણીતાએ મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેના પતિ દ્વારા તેને બચાવી લેવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક કરી પોતાની સાચી ઓળખ છૂપાવી ભોગ બનનાર પીડિત હિન્દુ પરિણીતાના જણાવ્યા અનુસાર, 1 વર્ષ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફથે અફઝલ સીદા નામના યુવકના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં આ યુવકે પોતાની સાચી ઓળખ છૂપાવી હતી. અફઝલે પોતાનું નામ 'જીદ્દી બોય' રાખ્યું હતું અને તેને પોતાની સાચી ઓળખ વિશે અંધારામાં રાખી હતી. મોરબીની અનિશાએ અફઝલ સાથે સંપર્ક કરાવ્યો હતો આશરે 2 મહિના પછી તેને ખબર પડી હતી કે, જે વ્યક્તિ સાથે તે વાત કરે છે તેનું સાચું નામ અફઝલ સીદા છે. મોરબીની અનિશા કાશમી નામની યુવતી જે અફઝલની સાગરીત તરીકે કામ કરતી હતી તેણે બંને વચ્ચે સંપર્ક કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. છેલ્લા છ મહિનાથી અફઝલ સીદા દ્વારા તેની ઉપર ધર્મ પરિવર્તન કરવા અને તેના ચાલુ લગ્નજીવનને તોડી નાખવા માટે સતત માનસિક દબાણ કરવામાં આવી રહ્યું હતું. દરગાહમાં તાંત્રિક વિધિ અને ધર્મ પરિવર્તનનું દબાણ એક તરફ અફઝલ ધમકાવતો હતો, તો બીજી તરફ તેની સાગરીત અનિશા પણ મને પતિ સાથેના સંબંધો તોડવા અને અફઝલ સાથે ભાગી જવા માટે મજબૂર કરતી હતી. અફઝલ બળજબરીપૂર્વક અલગ-અલગ દરગાહ પર લઈ જતો હતો, ત્યાં કોઈ તાંત્રિક વિધિના ભાગરૂપે દોરો બાંધતો હતો અને પાણી પીવડાવતો હતો. આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓ કર્યા બાદ તે પોતાને ઇસ્લામ અંગીકાર કરવા માટે સીધી ધમકીઓ આપતો હતો. હોટલમાં દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો આ મામલો માત્ર માનસિક ત્રાસ પૂરતો મર્યાદિત ન રહ્યો. અફઝલની સાગરીત અનિશા મને સમજાવી-ફોસલાવીને ગોંડલ રોડ પર આવેલી હોટલમાં માત્ર બેસવા જવાના બહાને લઈ ગઈ હતી. હોટલમાં પહોંચ્યા બાદ અનિશાએ મને અફઝલ સાથે એક રૂમમાં મોકલી હતી. જ્યાં અફઝલે મારી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ હીન કૃત્ય દરમિયાન અફઝલે મારા વાંધાજનક ફોટો અને વીડિયો પણ બનાવ્યા હતા. વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતો જ્યારે પોતે અફઝલ સાથેના તમામ સંબંધો કાપી નાખવાનો નિર્ણય કર્યો, ત્યારે અફઝલે આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની અને તેના પરિવારને બધનામ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયા પર લાઈવ થઈને તે મને ધમકીઓ આપતો હતો, જેના કારણે હું માનસિક તણાવમાં સરી પડી હતી. ત્રાસથી કંટાળી પરિણીતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ ગત રાત્રિના તેણે પોતાના ઘરે એસિડ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે સમયે પતિની નજર પડતા તેણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી મારો જીવ બચાવી લીધો હતો. આ ઘટના બાદ પરિવારનો સપોર્ટ મળતા પોતે સામે આવી ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસની નિષ્ક્રિયતા સામે પરિવારના આક્ષેપો આ સમગ્ર મામલે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પીડિતાના પરિવારે આક્ષેપ કર્યો છે કે, અફઝલ ત્રાસ અંગે તેઓએ અગાઉ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. આમ છતાં પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો ન હતો અને કોઈ અસરકારક કાર્યવાહી કરી ન હતી. જો પોલીસે સમયસર પગલાં લીધા હોત તો પરિણીતાને આપઘાત કરવાનો વારો ન આવ્યો હોત. આ આરોપી અફઝલ સીદા એક રીઢો ગુનેગાર છે અને તેની વિરૂદ્ધ અગાઉ પણ અલગ અલગ ગુના હેઠળ 3 વખત ફરિયાદ નોંધાઈ ચૂકી છે. અગાઉ 4 છોકરીઓને ફસાવીને શોષણ કર્યું અન્ય યુવતીઓને સાવધાન કરતા પીડિતાએ જણાવ્યું હતું કે, હું તો આ અફઝલના જાળમાં ફસાઈ ગઈ અને મારું જીવન બરબાદ થઈ ગયું છે. અફઝલે મારી અગાઉ પણ અન્ય 4 હિન્દુ છોકરીઓને આવી જ રીતે પ્રેમજાળમાં ફસાવીને તેમનું શોષણ કર્યું છે. હું સમાજની અન્ય તમામ બહેનો-દીકરીઓને હાથ જોડીને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયા પર અજાણ્યા શખ્સોના સંપર્કમાં ન આવે અને આવી કોઈ જાળમાં ફસાય નહીં. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પીડિતાની માંગ ઉલ્લેખનીય છે કે, અફઝલ સીદા અને તેની સાગરીત અનિશા વિરૂદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી ઉગ્ર માંગ પીડિતા અને તેના પરિવારે કરી છે. સાથે સમગ્ર મામલે રાજકોટમાં હિન્દુ સંગઠનો પણ સક્રિય થયા છે, તેમજ પોલીસ કમિશનરને રજૂઆત કરવાની તૈયારી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ફરજિયાત TETના વિરોધમાં આજથી શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન:અમદાવાદ, રાજકોટ, ભાવનગર રેલી અને ધરણા, 20 જૂન સુધી અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ કરાશે
    Next Article
    સોસાયટી વચ્ચેની પતરાની દીવાલ તોડવા લાતો અને ધોકા માર્યા, CCTV:ખટોદરામાં બે સોસાયટી વચ્ચેની આડશ દૂર કરવા બાબતે ઘર્ષણ, 6 લોકો સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment