Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોસાયટી વચ્ચેની પતરાની દીવાલ તોડવા લાતો અને ધોકા માર્યા, CCTV:ખટોદરામાં બે સોસાયટી વચ્ચેની આડશ દૂર કરવા બાબતે ઘર્ષણ, 6 લોકો સામે ફરિયાદ

    2 days ago

    સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બે સોસાયટીઓ વચ્ચે પતરાની દીવાલ હટાવવા બાબતે મોડી રાત્રે ભારે હોબાળો અને હિંસક તોડફોડની ઘટના સામે આવી છે. હાલમાં આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે સોસાયટી વચ્ચે લગાવવામાં આવેલા પતરાના શેડને હટાવવા માટે લગભગ 5 થી 6 લોકો હાથ, લાતો અને લાકડાના ફટકા વડે પતરા સતત તોડી રહ્યા છે. આ વિવાદનું મુખ્ય કારણ બંને સોસાયટીઓ વચ્ચે આવેલી પતરાની દીવાલ હટાવવાનું છે, જેણે મોડી રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને વાત મારામારી તેમજ પથ્થરમારા સુધી પહોંચી ગઈ હતી. હાથ અને લાતોથી પતરા તોડવાનો પ્રયાસ, મહિલા પણ લાકડા સાથે મેદાને પડી સામે આવેલા વીડિયોમાં જોવા મળે છે તેમ, શરૂઆતમાં કેટલાક શખ્સો દ્વારા હાથથી પતરા તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારબાદ ઉશ્કેરાયેલા લોકો લાતો મારીને પતરાને નુકસાન પહોંચાડે છે. આ દરમિયાન ઘટનાસ્થળે બંને સોસાયટીના મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ જાય છે અને ભારે બોલાચાલી શરૂ થાય છે. આ હંગામા વચ્ચે એક મહિલા પણ પતરા તોડવા માટે આગળ આવે છે અને લાતો મારે છે. એટલું જ નહીં, એ મહિલા ત્યારબાદ આશરે 4 ફૂટ લાંબુ લાકડું લઈને પતરા પર ઉપરાઉપરી હિંસક વાર કરવાનું શરૂ કરી દે છે. તેની સાથે અન્ય 3 વ્યક્તિઓ પણ હાથમાં લાકડા લઈને પતરા પર તૂટી પડે છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. 15મી જૂનની રાત્રે 10 વાગ્યે બની ઘટના, સીસીટીવીમાં કેદ થઈ સમગ્ર કરતૂત આ ઘટના ગત તારીખ 15મી જૂન 2026ના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ બની હતી. રાત્રિના સમયે અંધારામાં થયેલી આ તોડફોડની સમગ્ર વિગતો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે કાયદાના ડર વગર લોકો લાકડાના ફટકા મારીને દીવાલ ધરાશાયી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પણ તજવીજ હાથ ધરી છે. સોમનાથ સોસાયટીના રહીશે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ હિંસક તોડફોડ અને હુમલા અંગે સોમનાથ સોસાયટીના રહીશ અજયભાઈ મૂળચંદદાસ રાણા (ઉંમર વર્ષ 40, ધંધો-જરીકામ), રહે ઘર નં-77, સોમનાથ સોસાયટી, અંબાનગર, ખટોદરા, સુરત દ્વારા ખટોદરા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, આ ઘટના તારીખ 15/05/2026ના રોજ કલાક 21/30 થી 22/30 દરમિયાન સોમનાથ સોસાયટી, અંબાનગર ખાતે બની હતી. ફરિયાદના આધારે પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જિતેન્દ્ર ઉર્ફે પપ્પુ, પંકજ રાઠોડ અને કમલાબેન સહિત 6 આરોપીઓ સામે ગુનો દાખલ ભોગ બનનાર અજયભાઈ રાણાની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે હનુમાન શેરી, અંબાનગરના રહીશો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં (1) જિતેન્દ્ર ઉર્ફે પપ્પુ, (2) પંકજ રાઠોડ, (3) કેવલ, (4) મેહુલ, (5) નિરજ અને (6) કમલાબેન (તમામ રહે. હનુમાન શેરી, અંબાનગર, khatodara, સુરત) નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓએ એકસંપ થઈને ફરિયાદીની સોસાયટીની પતરાની દીવાલ તોડી પાડી આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું અને સોસાયટીમાં સુલેહ શાંતિનો ભંગ કર્યો હતો. ફરિયાદી પર પથ્થરમારો કરી આંખ પર ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ માત્ર તોડફોડ જ નહોતી કરી પરંતુ સોસાયટીના રહીશો સાથે ઝઘડો અને તકરાર કરી હતી. આ દરમિયાન આરોપીઓએ પથ્થરમારો કર્યો હતો, જેમાં એક પથ્થર ફરિયાદી અજયભાઈને વાગતા તેમની ડાબી આંખની ઉપર કપાળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત, મુખ્ય આરોપી જિતેન્દ્ર ઉર્ફે પપ્પુએ ફરિયાદી અને સોસાયટીના લોકોને ધમકાવતા કહ્યું હતું કે, "જો તમે આ પતરાની દીવાલ હટાવશો નહીં, તો હું તમને જાનથી મારી નાખીશ." આવી ગંભીર ધમકી આપીને તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અફઝલનું ધર્મ પરિવર્તન કરવા દબાણ, પરિણીતાનો આપઘાતનો પ્રયાસ:પીડિતાએ કહ્યું- દરગાહમાં દોરો બાંધી પાણી પીવડાવતા, હોટલમાં દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો
    Next Article
    ચાર શહેરોની મનપા કચેરીને ઉડાવી દેવાની ધમકી:ખાલિસ્તાન નેશનલ આર્મીએ કર્યો મેઈલ, વધુ એક યુવક બન્યો સિંહનો શિકાર ,CA દંપતીએ સગાસંબંધીઓનું ફૂલેકું ફેરવ્ચું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment