Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘુસર ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ:સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા;નાગરિકો સાથે સીધો સંવાદ કરી યોજનાઓની માહિતી આપી

    4 days ago

    પંચમહાલ જિલ્લાના ઘુસર ગામ ખાતે આજે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન, ઉપસ્થિત આગેવાનોએ નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે લોકોની સમસ્યાઓ અને જરૂરિયાતો વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરીને યોજનાઓના અમલીકરણ અને તેના લાભો વિશે જાણકારી મેળવી હતી. જન કલ્યાણ શિબિરનો મુખ્ય હેતુ સરકારની સેવાઓ અને યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો છે. આ શિબિર દ્વારા સામાન્ય નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો સરળતાથી લાભ મળી રહે અને જરૂરી દસ્તાવેજી તથા વહીવટી કામગીરી એક જ સ્થળે પૂર્ણ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પારદર્શક, જવાબદાર અને સંવેદનશીલ વહીવટના અભિગમ સાથે આયોજિત આ શિબિરનો ઉદ્દેશ્ય નાગરિકોને સરકારી યોજનાઓનો ઝડપી, સરળ અને અસરકારક લાભ પહોંચાડવાનો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હવે ડુંગર-જંગલ વચ્ચે પણ પહોંચશે ડોક્ટર:ગુજરાતમાં પ્રથમવાર 51 ટુ-વ્હીલર હેલ્થ યુનિટનો પ્રારંભ, 14 જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓ માટે રવાના
    Next Article
    તારાપુર ટ્રક આગ આયોજનબદ્ધ કાવતરું હોવાનો ખુલાસો:40.45 લાખની રૂની ગાંસડીઓ સગેવગે કરવા, વીમા માટે ટ્રક સળગાવી; માલિક, ડ્રાઈવર સહિત 6ની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment