Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે ડુંગર-જંગલ વચ્ચે પણ પહોંચશે ડોક્ટર:ગુજરાતમાં પ્રથમવાર 51 ટુ-વ્હીલર હેલ્થ યુનિટનો પ્રારંભ, 14 જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓ માટે રવાના

    4 days ago

    રાજ્યના આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોના છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ ઝડપી, સરળ અને સુલભ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પ્રથમવાર 51 ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ અને 9 નવા મોબાઈલ હેલ્થ યુનિટને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું છે. ગાંધીનગર સચિવાલય ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં આ આરોગ્ય સેવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, જેના હેઠળ તમામ મોબાઈલ હેલ્થ યુનિટ 14 જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓ માટે રવાના કરવામાં આવ્યા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની મહત્વપૂર્ણ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હેલ્થ કેર ફોર ઓલ’ અને ‘લાસ્ટ માઈલ સર્વિસ ડિલિવરી’ના સંકલ્પને સાકાર કરવા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. તેનો મુખ્ય હેતુ દુર્ગમ, પર્વતીય અને એવા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સમયસર પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે, જ્યાં એમ્બ્યુલન્સ કે ફોર વ્હીલર વાહનો પણ પહોંચી શકતા નથી. ટુ-વ્હીલર હેલ્થ યુનિટ અને મેડિકલ કીટ આપવાનો નિર્ણય આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના આદિજાતિ અને પર્વતીય વિસ્તારોમાંથી વારંવાર એમ્બ્યુલન્સ ન પહોંચી શકવાની ફરિયાદો મળતી હતી. ઘણી વખત દર્દીઓને ઝોળીમાં બેસાડીને સારવાર માટે લઈ જવાની સ્થિતિ સર્જાતી હતી. આ પડકારને ધ્યાનમાં રાખીને રાજ્યના 51 તાલુકાઓમાં એક-એક ટુ-વ્હીલર હેલ્થ યુનિટ અને મેડિકલ કીટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક સારવારના સાધનો સાથે મેડિકલ બોક્સની સુવિધા આ ટુ-વ્હીલર હેલ્થ યુનિટ્સમાં જરૂરી દવાઓ અને પ્રાથમિક સારવાર માટેના સાધનો સાથે મેડિકલ બોક્સની સુવિધા ઉપલબ્ધ રહેશે. તેમાં ડિજિટલ બ્લડ પ્રેશર મશીન, સ્ટેથોસ્કોપ, ગ્લુકોમીટર, ક્લિનિકલ થર્મોમીટર, હિમોગ્લોબિન મીટર, ની-હેમર, નીડલ કટર, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રે અને ટોર્ચ સહિતના આવશ્યક તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. યુનિટ્સ જીપીએસ આધારિત રિયલ ટાઈમ મોનિટરિંગથી સજ્જ આ તમામ યુનિટ્સ જીપીએસ આધારિત રિયલ ટાઈમ મોનિટરિંગથી સજ્જ છે. પ્રિવેન્ટિવ આરોગ્ય સેવાઓની ડિજિટલ ડેટા એન્ટ્રી સીધી સીએમ ડેશબોર્ડ સાથે સંકલિત કરવામાં આવી છે. ઉપરાંત, સ્થાનિક સ્તરેથી જ આરોગ્યલક્ષી માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર (IEC), રિપોર્ટિંગ અને તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય સ્તરે મોનિટરિંગ પણ શક્ય બનશે. 9 મોબાઈલ હેલ્થ યુનિટ્સ આ સેવાને વધુ મજબૂત બનાવશે રાજ્યમાં હાલમાં કાર્યરત 126 મોબાઈલ હેલ્થ વાન દ્વારા 10 પ્રકારના વિવિધ આરોગ્ય પરીક્ષણોની સુવિધા ઉપલબ્ધ છે અને દરરોજ બે ગામોમાં મોબાઈલ હેલ્થ વાન દ્વારા આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવે છે. નવા ઉમેરાયેલા 9 મોબાઈલ હેલ્થ યુનિટ્સ આ સેવાને વધુ મજબૂત બનાવશે. આ નવી પહેલથી સગર્ભા માતાઓ, નવજાત શિશુઓ અને બાળકો માટે નિયમિત આરોગ્ય તપાસ, માર્ગદર્શન અને જરૂરી સારવાર સરળતાથી ઉપલબ્ધ થશે. પરિણામે માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો અને માતા-બાળ આરોગ્યમાં સુધારો લાવવામાં મદદ મળશે. સાથે જ બ્લડ પ્રેશર, હિમોગ્લોબિન, બ્લડ શુગર, મેલેરિયા અને પેશાબ સંબંધિત પ્રાથમિક તપાસો હવે ગ્રામ્ય સ્તરે જ થઈ શકશે. દર્દીઓને નજીકની આરોગ્ય સંસ્થામાં રિફર કરવાની સુવિધા આ ઉપરાંત ગંભીર અથવા વિશેષ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં સમયસર રિફર કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. કિશોરીઓ અને મહિલાઓ માટે એનિમિયા, પોષણ, કિશોર આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંબંધિત માર્ગદર્શન પણ આ સેવા હેઠળ આપવામાં આવશે. હેલ્થ અવેરનેસના ભાગરૂપે HIV/AIDS, તમાકુજન્ય રોગો, ચેપી અને બિન-ચેપી રોગો અંગે જાગૃતિ ફેલાવવા ઉપરાંત સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓની માહિતી પણ હવે અંતરિયાળ વિસ્તારોના લોકો સુધી સીધી પહોંચશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ પહેલ ગ્રામ્ય અને આદિજાતિ સમાજના જીવનની ગુણવત્તામાં સકારાત્મક પરિવર્તન લાવવા સાથે છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર, સુલભ અને સમયસર આરોગ્ય સેવા પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, આરોગ્ય કમિશનર ડૉ. રતન ચરણ ગઢવી, અધિક નિયામક ડૉ. નીલમ પટેલ સહિત આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવવા મુદ્દે હાઈકોર્ટના કડક આદેશ:કહ્યું- જિલ્લા કલેક્ટર આંખ ખુલ્લી રાખે, ઇકોલોજીનું પુનઃસ્થાપન કરાય; ટાટાના કર્મીઓને સાથે રાખી રેગ્યુલર ઇન્સ્પેક્શન કરે
    Next Article
    ઘુસર ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ:સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા;નાગરિકો સાથે સીધો સંવાદ કરી યોજનાઓની માહિતી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment