Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવવા મુદ્દે હાઈકોર્ટના કડક આદેશ:કહ્યું- જિલ્લા કલેક્ટર આંખ ખુલ્લી રાખે, ઇકોલોજીનું પુનઃસ્થાપન કરાય; ટાટાના કર્મીઓને સાથે રાખી રેગ્યુલર ઇન્સ્પેક્શન કરે

    4 days ago

    ટાટા કેમિકલ મીઠાપુર દ્વારા જામનગરની મરીન સેન્ચ્યુરીમાં છોડવામાં આવતા કેમિકલ કચરાને તાત્કાલિક ધોરણે બંધ કરવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો. આ સંદર્ભે આજે હાઇકોર્ટમાં ચીફ જજની બેન્ચ સમક્ષ વધુ સુનવણી યોજાઈ હતી. જેમાં GPCB એ એફિડેવિટ ઉપર જણાવ્યું હતું કે, ટાટા કેમિકલ દ્વારા ખુલ્લી ચેનલો મારફતે કેમિકલ વેસ્ટનો મરીન સેન્ચુરીમાં કરાતો નિકાલ બંધ કરવામાં આવ્યો છે. હવે ટ્રીટેડ કચરાનું NIOની મંજૂરી સાથે કચ્છના અખાતમાં ડીપ ડિસ્ચાર્જ કરાય છે. કોર્ટના હુકમ મુજબ પર્યાવરણીય નુકશાનનું વળતર મેળવવા નેશનલ એન્વાયર્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નાગપુરનો સંપર્ક કરાયો છે, આગળની કાર્યવાહી પ્રોસેસમાં છે. જોઇન્ટ ઈન્સ્પેક્શન ટીમ દ્વારા ટાટા કેમિકલની વિઝીટ કરાઈ છે, કચરાનો નિકાલ કરતી ઓપન ચેનલ સંપૂર્ણ બંધ છે. કચ્છના અખાતમાં ઊંડા દરિયામાં જ્યાં કચરાનો નિકાલ કરાય છે, તે મરીન સેન્ચ્યુરીથી દૂર છે. GPCB, કલેક્ટર, જંગલ વિભાગ ટાટાના કર્મચારીઓને સાથે રાખીને રેગ્યુલર ઇન્સ્પેક્શન કરશે હાઇકોર્ટે કહ્યું હતું કે ફકત પર્યાવરણીય નુકશાનનું વળતર નહીં, પરંતુ ત્યાંની ઇકોલોજીનું પુનઃસ્થાપન કરવામાં આવે. તે અંગે નીરી જેવી પર્યાવરણીય એક્સપર્ટ સંસ્થાની મદદ સરકાર લે. વળી આવી પર્યાવરણીય બાબતોમાં જિલ્લા કલેક્ટર આંખ ખુલ્લી રાખે, જેથી ઉધોગો પર્યાવરણને નુકશાન કરે નહીં. GPCB, જિલ્લા કલેક્ટર, જંગલ વિભાગ ટાટાના કર્મચારીઓને સાથે રાખીને રેગ્યુલર ઇન્સ્પેક્શન કરશે. આ અંગે વધુ સુનવણી આગામી સમયમાં યોજાશે. વર્ષ 1939થી ચાલતો વિવાદ અને વર્ષ 2006ની હાઇકોર્ટ પિટિશન મૂળ ટાટા કેમિકલ્સ લિમિટેડ મીઠાપુર ખાતે 1939 થી સોડા એશ અને અન્ય રસાયણોનું ઉત્પાદન કરે છે. કંપની દ્વારા ખુલ્લી નહેરો દ્વારા ઔદ્યોગિક પ્રદૂષિત પાણી- કેમિકલ વેસ્ટ દરિયાના ઇન્ટર-ટાઇડલ ઝોનમાં છોડવામાં આવતું હતું. 1982 માં સરકાર દ્વારા આ વિસ્તારને મરીન સેન્ચ્યુરી જાહેર કરવામાં આવ્યો હતો. કલેક્ટર જામનગર દ્વારા કંપનીના આ વિસ્તારમાં પ્રદૂષિત પાણી છોડવાના હક્કને નકારી કાઢતા અને તેને ગેરકાયદેસર દબાણ ગણાવતા ઓર્ડર વિરુદ્ધ ટાટા કેમિકલ્સે આ અરજી વર્ષ 2006 માં હાઇકોર્ટમાં દાખલ કરી હતી. અભયારણ્યની 100 હેક્ટર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ વન વિભાગ અને કલેક્ટરના જણાવ્યા મુજબ 1982 ની જાહેરનામા બાદ ટાટા કેમિકલ્સે કોઈ કાયદેસર હક્ક દાવો કર્યો નહોતો. કંપનીએ પોતાની માલિકીની જમીનની બહાર સરકારી અને અભયારણ્યની આશરે 100 હેક્ટર જેટલી જમીન પર ગેરકાયદેસર રીતે કેમિકલ કચરો અને પ્રદૂષિત પાણી છોડીને મોટું દબાણ કર્યું હતું. પ્રદૂષિત પાણીના સતત નિકાલને કારણે આ સંવેદનશીલ દરિયાઈ વિસ્તાર વેરાન બની ગયો હતો. મરીન સેન્ચ્યુરીને 'કાળા રણ'માં ફેરવી નાખી હાઇકોર્ટે આ બાબતે કેમિકલ યુક્ત પાણી મરીન સેન્ચ્યુરીને નુકશાન કરે છે કે કેમ તેનો સ્વતંત્ર અહેવાલ પણ મંગાવ્યો હતો. કોર્ટે ગત સુનવણીમાં નોંધ્યું હતું કે 15 કરતા વધુ વર્ષથી દરિયામાં ગેરકાનૂની ડિસ્ચાર્જ કરવામાં આવતું હતું. કોઈની પણ મંજૂરી વગર કેમિકલ કચરો દરિયામાં નાખતા મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાખવામાં આવી છે. ટાટા કેમિકલ દબાણકર્તા અને પર્યાવરણને નુકસાનકર્તા છે. તેને પર્યાવરણને નુકસાન કરવા બદલ વળતર ચૂકવવાનું રહેશે. તેને શા માટે સાવચેતીના પગલાં લીધા નહોતા? કોર્ટે નોંધ્યું હતું કે, કંપની વર્ષો સુધી કોર્ટના વચગાળાના આદેશોની આડમાં આ સંવેદનશીલ પર્યાવરણીય વિસ્તારમાં પ્રદૂષિત પાણી છોડતી રહી છે. અદાલતે GPCB ને આદેશ આપ્યો છે કે તેઓ નિષ્ણાતોની ટીમ દ્વારા આ વિસ્તારની નાજુક પર્યાવરણ વ્યવસ્થાને થયેલા નુકસાનનું 3 મહિનામાં આકલન કરાવે. તેનું વળતર કંપની પાસેથી વસૂલવામાં આવે. નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી પ્લાન્ટ બંધ કરવા ચેતવણી જ્યાં સુધી નવી બંધ પાઇપલાઇન સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત ન થાય ત્યાં સુધી આ વિસ્તારના પર્યાવરણને વધુ નુકસાન થતું અટકાવવા માટે ઉદ્યોગને બંધ કરવા સહિતના કડક પગલાં તાત્કાલિક લેવા માટે GPCB ને નિર્દેશ આપવામાં આવ્યો છે. આમ મરીન સેન્ચ્યુરીને પ્રદૂષણ મુક્ત કરવામાં આવે. તે માટે કલેકટર અને GPCB તાત્કાલિક કડક પગલાં ભરે. જેનો રીપોર્ટ 03 અઠવાડિયામાં હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસુ નબળું, દેશના 40% ભાગમાં વરસાદની અછત:રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને કર્ણાટક ઉપર વાદળો ગેરહાજર; માત્ર 103 જિલ્લામાં સામાન્ય વરસાદ
    Next Article
    હવે ડુંગર-જંગલ વચ્ચે પણ પહોંચશે ડોક્ટર:ગુજરાતમાં પ્રથમવાર 51 ટુ-વ્હીલર હેલ્થ યુનિટનો પ્રારંભ, 14 જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓ માટે રવાના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment