Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તારાપુર ટ્રક આગ આયોજનબદ્ધ કાવતરું હોવાનો ખુલાસો:40.45 લાખની રૂની ગાંસડીઓ સગેવગે કરવા, વીમા માટે ટ્રક સળગાવી; માલિક, ડ્રાઈવર સહિત 6ની ધરપકડ

    4 days ago

    તારાપુર નજીક ઇસરવાડા પાસે 9 ફેબ્રુઆરીએ કપાસની ગાંસડીઓ ભરેલી ટ્રકમાં લાગેલી આગનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં આ આગ અકસ્માત નહીં, પરંતુ 40.45 લાખ રૂપિયાની 150 કપાસની ગાંસડીઓ સગેવગે કરવા અને વીમાની રકમ મેળવવા માટેનું આયોજનબદ્ધ કાવતરું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રક માલિક, ડ્રાઈવર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ મહારાષ્ટ્રની ફેક્ટરીમાંથી નીકળેલી ટ્રકને રસ્તામાં જ નિશાન બનાવી હતી. ટ્રકમાં ભરેલી 150 કપાસની ગાંસડીઓ સગેવગે કરી દીધા બાદ ટ્રકને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઉપરાંત, તેમણે ચોરી કરેલા માલને બતાવવા માટે વેપારી પાસેથી લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, ટ્રકની અસલી કિંમત 8 લાખ રૂપિયા હોવા છતાં, આરોપીઓએ 14 લાખ રૂપિયાની લોન બતાવીને તેના પર વધુ વીમો ઉતરાવ્યો હતો. વીમાની મોટી રકમ મેળવવાના ઇરાદે જ તેમણે ટ્રક સળગાવી હતી. વેપારીને માલ ઓછો હોવાની શંકા જતાં તેમણે સ્થાનિક લોકો પાસેથી ઘટનાના વીડિયો મેળવી પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ઊંડાણપૂર્વકની તપાસના આધારે કાર્યવાહી કરી હતી. પોલીસે ટ્રક ડ્રાઈવર કૈલાશ જામરે, માલિક કાશીદ ઉર્ફે બબલુ રશીદ શેખ, શકલેન મન્સૂરી, ફરીદ મન્સૂરી, વસીમ મન્સૂરી અને અઝહરુદ્દીન મન્સૂરીની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તમામ આરોપીઓએ ગુનો કબૂલી લીધો હતો. પોલીસે આ મામલે ટ્રક માલિક સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઘુસર ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ:સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા;નાગરિકો સાથે સીધો સંવાદ કરી યોજનાઓની માહિતી આપી
    Next Article
    Robinhood Layoffs: CEO Vlad Tenev’s Memo Reveals A Big Detail About Recent Job Cuts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment