Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આદિત્ય પટેલ' બની વિધવાઓને ફસાવનાર કરીમ વિરુદ્ધ વધુ એક ફરિયાદ:મહિલા સાથે દુષ્કર્મ આચરી ખંડણી માંગી, મહિલા ક્રાઈમે તપાસનો ધમધમાટ તેજ કર્યો

    1 day ago

    આદિત્ય પટેલ' બની મેટ્રિમોનિયલ સાઈટ પર વિધવાઓને ફસાવતો કરીમની વધુ એક કરતૂત સામે આવી છે. 100થી વધુ હિન્દુ મહિલાઓને ફસાવનાર આરોપી વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એટલે કે આરોપીએ એક મહિલા સાથે દુષ્કર્મ કરીને મહિલા પાસેથી ખંડણી માંગી હતી. જે અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે અગાઉ પણ એક મહિલા સાથે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી હતી. ત્યારે દુષ્કર્મ અને ખંડણી માંગવાને લઈ મહિલા ક્રાઈમે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે. મહિલાએ કરીમ ઉર્ફે આદિત્યનો ભાંડો ફોડી નાખ્યો મેટ્રિમોનિયલ સાઈટ પરથી પ્રોફાઈલ મેળવી લગ્નગ્રંથીએ જોડાતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની એક વિધવાનો એક મેટ્રિમોનિયલ સાઈટ પર આદિત્ય પટેલ નામના યુવકનો સંપર્ક થયો હતો. બંને વચ્ચે ચારથી પાંચ મહિના સુધી સંપર્ક રહ્યો હતો. એક દિવસ જ્યારે આદિત્યએ ફોન કર્યો ત્યારે મહિલાના ટ્રુ કોલરમાં કરમી નામ આવતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જો કે મહિલાએ હિંમત એકઠી કરી કહેવાતા આદિત્યનો ભાંડો ફોડવાનું મન બનાવી લીધું હતું. મહિલાએ બજરંગદળનો સંપર્ક કર્યો હતો અને કરીમ ઉર્ફે આદિત્યનો ભાંડો ફોડી નાખ્યો હતો. જ્યારે કરીમ ઉર્ફે આદિત્યના ફોનની તલાશી લેવામાં આવી ત્યારે અનેક મહિલાઓ સાથેની ચેટ અને કઢંગી હાલતમાં ફોટો-વીડિયો મળી આવ્યા હોવાનો બજરંગદળના જ્વલિત મહેતાએ દાવો કર્યો છે. કરીમના કબજામાંથી બોગસ પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, પાસપોર્ટ, આધારકાર્ડ અને રાશન કાર્ડ પણ મળી આવ્યા હોવાનો પણ દાવો કરાયો છે. આદિત્ય પટેલ બની કરીમે વિધવાને ફસાવવાનો પ્રયાસ કર્યો અમદાવાદમાં રહેતી એક વિધવા મહિલાનો મેટ્રિમોનિયલ સાઈટ પર 'આદિત્ય પટેલ'નામના વ્યકિત સાથે સંપર્ક થયો હતો. આદિત્ય પટેલે પણ પોતે વિધૂર હોવાની ઓળખ આપી હતી. પોતાને પ્લાસ્ટિકનો સારો બિઝનેસ હોવાનો અને ઉચ્ચ અભ્યાસ કર્યો હોવાનો દાવો કરાયો હતો. પાનકાર્ડ, આધારકાર્ડ, રાશનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ પણ આદિત્ય પટેલ નામના રજૂ કરાયા હતા. મહિલા અને આદિત્ય પટેલ ચારથી પાંચ મહિના એકબીજાના સંપર્કમાં રહ્યા હતા.વાંચો સંપૂર્ણ સમાચાર સંપર્કમાં આવેલી મહિલાને આંજી દેવા મોટી મોટી વાતો કરતો અને મોંઘી ગિફ્ટ આપતો કરીમ કોઈ મહિલાના સંપર્કમાં આવી પહેલા તેને ઇમ્પ્રેસ કરવા માટે મોંઘી ગિફ્ટ આપતો અને ત્યારબાદ તેને વોટ્સએપ પર પોતાના ન હોય તેવા બંગલા અને ગાડીઓના ફોટા મોકલતો તથા મોટા ખેતરના ફોટા મોકલી પોતાની ઘણી જમીન હોવાની બડાશ મારતો હતો. તે તક મળતાં મહિલાઓ પાસેથી રૂપિયા પણ પડાવતો હતો. કરીમે પોતાની પત્નીનું ફેક ડેથ સર્ટિફિકેટ પણ તૈયાર કરાવી લીધું હતું અને તે મહિલાઓને મોકલતો હતો. પોલીસનું માનીએ તો હકીકતમાં કરીમ પાસે કોઈ કામ નહોતું અને નાનું મોટું સ્ટોકમાર્કેટનું કામ કરતો હતો.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    કિસાન કોંગ્રેસ હવે કોંગ્રેસ પાર્ટીના નેજા હેઠળ જ લડત કરશે:15મી જૂનની ટ્રેકટર રેલીમાં વિવાદ થયા બાદ નિર્ણય, કહ્યું- બે ગણા ટ્રેકટર ભેગા કરી અધૂરી લડાઈ લડીશું
    Next Article
    અસારવા સિવિલ હોસ્પિટલમાં મહિલા સિક્યોરિટી ગાર્ડ પર હુમલો:દર્દીના પરિવારજનો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે મારામારી, હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment