Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવા સિવિલ હોસ્પિટલમાં મહિલા સિક્યોરિટી ગાર્ડ પર હુમલો:દર્દીના પરિવારજનો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે મારામારી, હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલો

    1 day ago

    શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં મહિલા સિક્યોરિટી ગાર્ડ પર થયેલા જીવલેણ હુમલાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. દર્દીના પરિવારજનો અને સિક્યોરિટી કર્મચારીઓ વચ્ચે થયેલી મારામારીમાં મહિલા ગાર્ડને માથામાં ગંભીર ઈજા પહોંચી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રોમા સેન્ટરમાં પાર્કિંગ મુદ્દે ફરી હોબાળો અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં લુખ્ખા તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના રૂમ સેક્ટરમાં મહિલા સિક્યોરિટી ગાર્ડ પર હુમલાની ઘટના સામે આવી છે. હુમલામાં મહિલા ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના પગલે દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. 15 જૂનના રોજ હોસ્પિટલમાં પ્રવેશ માટે ફરજિયાત પાસ અને આઈકાર્ડના નિયમનું પાલન કરાવવા દરમિયાન દર્દીના કેટલાક સગાઓ સાથે વિવાદ સર્જાયો હતો. તે દરમિયાન મહિલા સિક્યોરિટી ગાર્ડ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 16 જૂનના રોજ ટ્રોમા સેન્ટરમાં પાર્કિંગ મુદ્દે ફરી હોબાળો મચ્યો હતો. મારામારીમાં મહિલા ગાર્ડને માથામાં ઈજા આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓએ સિક્યોરિટી કર્મચારીઓ સાથે મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. હુમલામાં મહિલા સિક્યોરિટી ગાર્ડને માથામાં ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટના બાદ હોસ્પિટલ તંત્રે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના દાવા કર્યા છે. સાથે જ દર્દીઓના સગાઓને હોસ્પિટલના નિયમોનું પાલન કરવા અને સિક્યોરિટી સ્ટાફ સાથે સહકાર રાખવા અપીલ કરવામાં આવી છે. સુરક્ષા કર્મચારીઓ પર હુમલાના CCTV સામે આવ્યા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં પ્રવેશ માટે આઈકાર્ડ અને પાસ ફરજિયાત છે. ટ્રોમા સેન્ટરમાં દરરોજ 300થી 400 જેટલા કેસ આવતા હોવાથી દર્દીઓને સારી અને સુવ્યવસ્થિત સારવાર મળી રહે તે માટે નિયમો બનાવવામાં આવ્યા છે. તેમણે તમામ લોકોને નિયમોનું પાલન કરવાની અને સુરક્ષા કર્મચારીઓ સાથે સહકાર આપવાની અપીલ કરી છે. સિવિલ હોસ્પિટલ જેવી આરોગ્ય સંસ્થામાં સુરક્ષા કર્મચારીઓ પર હુમલાની ઘટના થતા તેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકોનું ટોળું એકબીજા પર હુમલો કરતા નજરે પડી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    'આદિત્ય પટેલ' બની વિધવાઓને ફસાવનાર કરીમ વિરુદ્ધ વધુ એક ફરિયાદ:મહિલા સાથે દુષ્કર્મ આચરી ખંડણી માંગી, મહિલા ક્રાઈમે તપાસનો ધમધમાટ તેજ કર્યો
    Next Article
    ઉંચા વળતરની લાલચમાં નિવૃત્ત ચીફ એન્જિનિયર ફસાયા:ભેજાબાજે 22.81 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી, નોટરી કરાર છતાં પૈસા પરત ન આપતા પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment