Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીની માલવણ કેનાલ પર પુલનું કામ ચાલુ અને પાણી છોડાયું:ખેડૂત આગેવાને વિડીયો વાયરલ કરી તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો

    1 day ago

    પાટડી નજીક માલવણ નર્મદા કેનાલ પર પુલ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે. આ જ સમયે કેનાલમાં પુષ્કળ પાણી છોડવામાં આવતા કેનાલ તૂટવાનો ભય ઊભો થયો છે. આ મામલે માલવણના ખેડૂત આગેવાને વિડીયો વાયરલ કરીને નર્મદા વિભાગ અને સ્ટેટ રોડ વિભાગના અધિકારીઓની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે, જેના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. માલવણ-દસાડા-પાટડી હાઈવે પર ફોરલેનનું કામ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે માલવણ પાસેથી પસાર થતી કેનાલ પર પુલ પહોળો કરવામાં આવી રહ્યો છે. ખેડૂત આગેવાન જ્યંતિભાઈ પટેલના જણાવ્યા અનુસાર, નર્મદા વિભાગ દ્વારા અચાનક કેનાલમાં પૂરજોશમાં પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં કેનાલનું પુષ્કળ પાણી માત્ર માટીના પાળા પર ટકી રહ્યું છે, જેના કારણે કેનાલ ગમે ત્યારે તૂટી પડવાનો ભય છે. જ્યંતિભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે, થોડા સમય પહેલા દોઢ મહિના સુધી કેનાલો સંપૂર્ણપણે બંધ હતી, ત્યારે સ્ટેટ રોડ વિભાગ દ્વારા પુલ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું નહોતું. હવે ચોમાસાના પડઘમ વચ્ચે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂર છે ત્યારે નર્મદા વિભાગે કેનાલમાં પુષ્કળ પાણી છોડ્યું છે. આ પરિસ્થિતિને કારણે કેનાલ તૂટવાની ભીતિ છે અને કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળવાનો ભય છે. જો આવું થશે તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે. પટેલે વધુમાં જણાવ્યું કે, સરકાર હાઈવે બનાવવા અને કેનાલોના સમારકામ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ તંત્રની અણઆવડતને કારણે આવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. માલવણ પંથકના ખેડૂતોએ નર્મદા વિભાગ અને સ્ટેટ રોડ પ્રોજેક્ટ વિભાગ એકબીજાના સંકલનમાં રહીને યોગ્ય તકેદારી સાથે કામ કરે તેવી વ્યાપક માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 5 દિવસીય નિઃશુલ્ક સર્વરોગ સારવાર કેમ્પ:પટેલ પાર્ક ખાતે એક્યુપ્રેશર પદ્ધતિથી દવા વિના સારવાર, નાગરિકોને લાભ લેવા અપીલ
    Next Article
    નવસારી સરહદે ગેરકાયદેસર હથિયારો સાથે 4 ઝડપાયા:નકલી નંબર પ્લેટવાળી કારમાંથી પિસ્તોલ જીવતા કારતૂસ સહિત 16 મોબાઈલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment