Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું:ખેડૂતો, કૃષિ નિષ્ણાતો, વિવિધ વિભાગોના અધિકારીઓ સહિતનાઓએ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું

    22 hours ago

    પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતો, કૃષિ નિષ્ણાતો, વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીનો આવનારો સમય અત્યંત ઉજ્જવળ છે. તેમણે ખેડૂતોને માત્ર ચર્ચા કરવાને બદલે તેનો વ્યવહારુ અનુભવ મેળવવા પર ભાર મૂક્યો. લાંબા સમયથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા અને સફળતાપૂર્વક તેનો અમલ કરનારા ખેડૂતોના ખેતરો તથા વાડીઓની મુલાકાત લઈને તેમના અનુભવોમાંથી પ્રેરણા મેળવવાથી ખેડૂતોમાં વિશ્વાસ અને જાગૃતિ વધશે. પ્રમુખ પટેલે વધુમાં કહ્યું કે, દેશના વડાપ્રધાને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા જે સંકલ્પ વ્યક્ત કર્યો છે, તેને સાકાર કરવા સૌએ એકજૂટ થઈ કાર્ય કરવું જોઈએ. ભારત કૃષિપ્રધાન દેશ છે અને ખેડૂતોની સમૃદ્ધિમાં જ દેશની સમૃદ્ધિ સમાયેલી છે. તેમણે ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને સમાજના તમામ વર્ગોને પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વસ્થ, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિમાં પરિવર્તન નથી, પરંતુ માનવ આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ અને જમીનની ઉર્વરતા જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ અભિયાન છે. તેમણે વર્ષો સુધી રસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગના કારણે ખાદ્યપદાર્થોની ગુણવત્તા, જમીનની ફળદ્રુપતા તથા ભૂગર્ભ જળ પર પ્રતિકૂળ અસર પડી છે, જેના પરિણામે વિવિધ પ્રકારની ગંભીર બીમારીઓમાં વધારો જોવા મળી રહ્યો છે, તે અંગે ચિંતા વ્યક્ત કરી. કલેક્ટર જિલોવાએ ખેડૂતોને પોતાના પરિવાર અને સમાજના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વધુને વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પાટણ જિલ્લામાં હાલમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતો પોતાના અનુભવો અન્ય ખેડૂતો સાથે વહેંચે તેમજ પોતાના ખેતરોની મુલાકાત દ્વારા વધુને વધુ ખેડૂતોને આ અભિયાન સાથે જોડે તે સમયની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ગાયમાતાનું પૂજન કર્યું હતું. તેમણે પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ સ્ટોલ અને પ્રદર્શનનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને સફળ પ્રયોગો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં પેસિફિક મહાસાગરનું દુર્લભ રેડ-ફુટેડ બુબી પક્ષી મળ્યું:સચાણા નજીકથી અશક્ત હાલતમાં મળતા પક્ષીપ્રેમીએ સારવાર આપી, વન વિભાગને સોંપાશે
    Next Article
    જામનગરમાં 5 દિવસીય નિઃશુલ્ક સર્વરોગ સારવાર કેમ્પ:પટેલ પાર્ક ખાતે એક્યુપ્રેશર પદ્ધતિથી દવા વિના સારવાર, નાગરિકોને લાભ લેવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment