Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પેસિફિક મહાસાગરનું દુર્લભ રેડ-ફુટેડ બુબી પક્ષી મળ્યું:સચાણા નજીકથી અશક્ત હાલતમાં મળતા પક્ષીપ્રેમીએ સારવાર આપી, વન વિભાગને સોંપાશે

    20 hours ago

    જામનગર નજીક સચાણાના દરિયાકિનારે અત્યંત દુર્લભ 'રેડ-ફુટેડ બુબી' પક્ષી અશક્ત હાલતમાં મળી આવ્યું છે. સમગ્ર ભારતમાં ભાગ્યે જ જોવા મળતું આ પક્ષી પેસિફિક મહાસાગરનું નિવાસી છે. આ ઘટનાથી પક્ષીપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગરના જાણીતા પક્ષીવિદ યશોધનભાઈ ભાટિયા અને આશિષભાઈ પાણખાણીયાને આ દુર્લભ પક્ષી નજરે પડ્યું હતું. પક્ષી અશક્ત હોવાથી તેમણે તાત્કાલિક જામનગરના 'બર્ડમેન' તરીકે ઓળખાતા ફિરોઝખાન પઠાણનો સંપર્ક કર્યો હતો અને પક્ષીને સારવાર માટે સોંપ્યું હતું. ફિરોઝખાન પઠાણે જણાવ્યું કે, "મારા પક્ષી મિત્રો આશિષભાઈ અને બીટુભાઈ મને આ પક્ષી આપી ગયા. આ રેડ-ફુટેડ બુબી પેસિફિક મહાસાગરમાં વસવાટ કરે છે અને તેને પેલેજિક બર્ડ પણ કહેવાય છે, જે સામાન્ય રીતે દરિયામાં જ ઉડતું હોય છે અને જમીન પર આવતું નથી. ગુજરાતમાં આ તેનો પહેલો રેકોર્ડ છે." તેમણે ઉમેર્યું કે, "ડીહાઈડ્રેશન અને વધુ પડતી ગરમીને કારણે તે કમજોર થઈને જમીન પર આવી ગયું હતું. હાલ મારા ઘરે તેની સારવાર ચાલી રહી છે અને વન વિભાગને જાણ કરી દેવામાં આવી છે." આ પક્ષીની કેટલીક રસપ્રદ વિશેષતાઓ છે. તે હવામાં આશરે 20,000 ફૂટની ઊંચાઈ પર ઉડવાની ક્ષમતા ધરાવે છે અને સામાન્ય રીતે જમીન પર પગ મૂકતું નથી. તે દરિયાના પાણીમાં ઉછળકૂદ કરતી માછલીઓને હવામાં જ તરાપ મારીને પોતાનો ખોરાક બનાવે છે. અન્ય દરિયાઈ પક્ષીઓથી વિપરીત, આ પક્ષી દરિયાકિનારાના ઝાડ પર પોતાના માળા બનાવે છે. પક્ષીવિદોનું અનુમાન છે કે આ પક્ષી દરિયામાં સર્જાયેલા કોઈ વાવાઝોડાને કારણે અથવા પોતાની દિશા ભૂલી જવાના કારણે હજારો કિલોમીટર દૂર જામનગરના દરિયાકિનારે આવી ચડ્યું હોઈ શકે છે. હાલ તેની સઘન સારવાર ચાલી રહી છે અને તે સંપૂર્ણ સ્વસ્થ થતાં જ તેને ફરીથી કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ APMC: ચેરમેન-ડેપ્યુટી ચેરમેનની બિનહરીફ વરણી:ડી.એમ. પટેલ ચેરમેન, રણજીતભાઈ વાળા ડેપ્યુટી ચેરમેન બન્યા
    Next Article
    પાટણમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું:ખેડૂતો, કૃષિ નિષ્ણાતો, વિવિધ વિભાગોના અધિકારીઓ સહિતનાઓએ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment