Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના વડલી ગામેથી સગીરાનું અપહરણ:ગામના જ શખસે લલચાવી ફોસલાવી અપહરણ કર્યું હોવાની શંકા, પોલીસ ફરિયાદ દાખલ

    19 hours ago

    પાટણ તાલુકાના શેરપુરા (વડલી) ગામેથી એક સગીરાનું અપહરણ થતાં ચકચાર મચી છે. જોગણી માતાના મંદિર પાસે રહેતા વ્યક્તિએ આ અંગે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમની 17 વર્ષ, 10 માસ અને 15 દિવસની સગીર વયની દીકરી ગત રાત્રિના સમયે ઘરના આંગણામાં ખાટલામાં સૂતી હતી. વહેલી સવારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે દીકરી ખાટલામાં મળી આવી ન હતી. આસપાસના વિસ્તારો અને સગા-સંબંધીઓમાં શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ મળી ન હતી. ત્યારબાદ પરિવારને જાણવા મળ્યું કે સગીરા અને ગામનો સુરેશજી બાબાજી ઠાકોર એકબીજાને પ્રેમ કરતા હતા. સુરેશજી પણ તે જ દિવસથી પોતાના ઘરે હાજર ન હોવાનું માલૂમ પડ્યું હતું. આથી, સુરેશજી બાબાજી ઠાકોર સગીરાને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે પાટણ તાલુકા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 137(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર તમન્નાબેન અશોકભાઇ દેસાઇને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વકીલ મંડળ દ્વારા છાસ વિતરણ કેમ્પ:કોર્ટ આવતા વકીલો, સ્ટાફ અને લોકો માટે નિ:શુલ્ક વ્યવસ્થા
    Next Article
    વડોદરામાં નિવૃત્ત વૃદ્ધના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું:બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમાથી તિજોરી તોડી સોના-ચાંદી અને રોકડ સહિત રૂ.1.80 લાખની ચોરી, પાડોશીએ ખુલ્લો દરવાજો જોઈ જાણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment