Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર પંથકમાં વરસાદ ખેંચાતા વાવણી અટકી,:ગીર પંથકમાં ચોમાસું મોડું થતાં ખેડૂતો મુશ્કેલીમાં: બિયારણ-ખાતર તૈયાર પણ વરસાદ વિના ખેતરો કોરા, સિંચાઈના અભાવે પશુપાલન પર સંકટ,જગતનો તાત ચિંતાતુર બન્યો.

    14 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના ગીર પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોતા ખેડૂતો માટે ભારે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. જૂન મહિનાનો અડધો સમય પૂર્ણ થવા આવ્યો હોવા છતાં હજુ સુધી પૂરતો વરસાદ વરસ્યો નથી, જેના કારણે વરસાદ આધારિત ખેતી કરતા સ્થાનિક ધરતીપુત્રો ભારે મૂંઝવણમાં મુકાયા છે. ગીર વિસ્તારની આસપાસ તેમજ મેંદરડા સહિતના ગામોના ખેડૂતોએ વાવણી માટે ખેતરો તૈયાર કરી બિયારણ અને ખાતરની વ્યવસ્થા કરી લીધી છે, પરંતુ મેઘરાજાની ગેરહાજરીને લીધે ખેતરો હજુ પણ કોરા ધાકોર પડ્યા છે. જો વરસાદ વધુ મોડો પડશે તો માત્ર વર્તમાન વાવણી જ નહીં, પરંતુ પશુપાલન, પાકનું ઉત્પાદન અને સમગ્ર કૃષિ અર્થતંત્ર ઉપર તેની સીધી માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. ​સામાન્ય રીતે ગત વર્ષોમાં જૂનના પ્રથમ કે બીજા સપ્તાહમાં વાવણી લાયક વરસાદ થઈ જતો હતો, જેથી ખેડૂતોએ આ વર્ષે પણ અગાઉથી મગફળી અને સોયાબીન જેવા પાકો માટેની તમામ આયોજનબદ્ધ તૈયારીઓ કરી રાખી હતી. ગીર વિસ્તાર સંપૂર્ણપણે કુદરતી વરસાદ પર નિર્ભર હોવાથી પૂરતી સુવિધા વિના ખેડૂતો હાલ હાથ પર હાથ ધરીને બેઠા રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે મોડી વાવણી થવાના કારણે પાકનો ઉત્પાદન સમય પણ પાછળ ઠેલાશે અને શિયાળાની વહેલી અસરને લીધે પાકની એકંદર ઉપજ ઘટી શકે છે. આ તરફ ગીર પંથકમાં કેનાલ કે અન્ય કોઈ લાંબા ગાળાની સરકારી સિંચાઈ યોજના ઉપલબ્ધ ન હોવાથી ભૂગર્ભ જળના સ્તર પણ તળિયે બેસી ગયા છે, જેથી ખેતીની સાથે-સાથે પશુઓ માટે પીવાના પાણી અને ચારાની વિકટ સમસ્યા ઊભી થઈ રહી છે. ​આ ગંભીર અંગે સ્થાનિક ખેડૂત રમેશભાઈ કોરાટે જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદ ઘણો મોડો ગણાશે અને હાલ વાતાવરણ પણ વરસાદ આવે તેવું જણાતું નથી. તેમણે ભૂતકાળના વર્ષોનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે વર્ષ 2023 અને 2024 માં 12 જૂન અને 16 જૂનની આસપાસ ગીરમાં સારો વરસાદ થઈ ગયો હતો, પરંતુ આ વખતે હવામાન ખાતા અને આગાહીકારોના મતે હજુ 10 થી 15 દિવસ વરસાદના કોઈ વાવડ નથી. ખેડૂતોએ બિયારણ અને ખાતર લાવીને રાખ્યા હોવા છતાં ગીર વિસ્તારમાં પાણીની તંગી અને કેનાલની અગવડતાને કારણે આગોતરું વાવેતર થઈ શકતું નથી. જો હજુ પણ દિવસો નીકળી જશે અને પાછોતરૂ વાવેતર કરવું પડશે, તો પાછળથી ઠંડી ઋતુ શરૂ થઈ જતાં ચોમાસુ પાકનું ઉત્પાદન ખૂબ ઘટી જશે જેનાથી ખેડૂત પુત્રોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. ​સ્થાનિક ખેડૂત કિશોરભાઈ પાનસુરિયાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગીર વિસ્તારના ખેડૂતો પાસે હાલ કુદરત સિવાય અન્ય કોઈ આધાર બચ્યો નથી અને જો કુદરત રૂઠશે તો ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ જશે. છેલ્લા 10 વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદ બહુ મોડો થાય તેવા સંકેતો મીડિયા અને આગાહીકારો તરફથી મળી રહ્યા છે, જે ખેડૂતો માટે મૂંઝવણનો મોટો સવાલ છે. ગીર પંથકમાં જમીનના સ્તર સીસરા હોવાથી પાણી વહેલું ખૂટી જાય છે, જેના કારણે સિંચાઈની સગવડ વિના આગોતરું વાવેતર કરવું અશક્ય છે. માત્ર 10 થી 20 ટકા ખેડૂતો જ કુવા કે અન્ય સગવડથી આગોતરી વાવણી કરી રહ્યા છે, જ્યારે બાકીના તમામ ખેડૂતો વરસાદ આધારિત હોવાથી અત્યારે આકાશ તરફ નજર માંડીને વહેલા વરસાદ માટે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે. ​ ખેડૂત જમનભાઈ પાનસુરિયાએ જણાવ્યું હતું કે આ વિસ્તારની ખેતી સંપૂર્ણપણે કુદરત આધારિત છે અને આ વર્ષે વરસાદ સતત લેટ થતો હોવાથી ખેડૂતો ચિંતિત છે. ગીરના ડુંગરાળ અને ભીતવાળી જમીન ધરાવતા વિસ્તારોમાં ભૂગર્ભ જળ નહિવત હોવાથી ખેતીમાં પાણીનો કોઈ મેળ બેસે તેમ નથી, જ્યારે બીજી તરફ મેંદરડા બાજુ કેનાલના કારણે સીમ લીલીછમ જોવા મળે છે ત્યારે ગીરના ખેડૂતો માત્ર ભગવાનના ભરોસે બેઠા છે. અહીં કેનાલ કે પાઇપલાઇન દ્વારા ખેતી પાક સુધી પાણી પહોંચાડવાની કોઈ સરકારી જોગવાઈ કે યોજના ન હોવાથી અત્યારે ઢોર-ઢાંખરને પાવા માટે પણ પાણી ગોતવા જવું પડે તેવી વિકટ સ્થિતિ છે. જો આગામી 20-25 તારીખ સુધીમાં ટાઈમસર વરસાદ નહીં થાય, તો ખેડૂતોની હેરાનગતિ ખુબ વધી જશે અને પીવાનું પાણી પણ છેક વાડીએ સુધી ભરીને લઈ જવું પડશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં રાજપૂત સમાજ, કોંગ્રેસ દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ ઉજવાઈ:કોર્પોરેટરો અને આગેવાનોએ વીર શિરોમણીને પુષ્પાંજલિ અર્પણ કરી
    Next Article
    હુમલા બાદ યુવકના શરીરની 4 સાવજોએ મિજબાની માણી?:વનવિભાગને શંકા- 'જો ચારેયએ થોડું થોડું માંસ ખાધું હશે તો ભવિષ્યમાં અન્ય કોઈ વ્યક્તિ પર હુમલો કરી શકે'; રિપોર્ટની રાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment