Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં રાજપૂત સમાજ, કોંગ્રેસ દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ ઉજવાઈ:કોર્પોરેટરો અને આગેવાનોએ વીર શિરોમણીને પુષ્પાંજલિ અર્પણ કરી

    13 hours ago

    જામનગરમાં આજે વીર મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે વિવિધ સંગઠનો અને રાજકીય આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના રાજપૂત સમાજના કોર્પોરેટરો તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તેમના સાહસને યાદ કરાયું હતું. આ અવસરે જામનગર મહાનગરપાલિકાના રાજપૂત સમાજના તમામ કોર્પોરેટરો અને સામાજિક આગેવાનો એકઠા થયા હતા. તેમણે મહારાણા પ્રતાપને પુષ્પાંજલિ અર્પી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો. શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને અગ્રણી કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. કોંગ્રેસના આગેવાનોએ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર પહેરાવી તેમના બલિદાનને નમન કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા રાજપૂત સમાજના કોર્પોરેટરો, સામાજિક અગ્રણીઓ અને કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારોએ 'મહારાણા પ્રતાપ અમર રહો' ના નારા લગાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'નોટબંધી જેવો માહોલ, લોકો ટિફિન લઈને લાઈનમાં ઊભા રહે છે':સુરતમાં જન્મ મરણના દાખલા માટે લાઇનો લાગી, લોકોએ કહ્યું-ગરમીમાં હાર્ટ એટેક આવવાનો ભય
    Next Article
    ગીર પંથકમાં વરસાદ ખેંચાતા વાવણી અટકી,:ગીર પંથકમાં ચોમાસું મોડું થતાં ખેડૂતો મુશ્કેલીમાં: બિયારણ-ખાતર તૈયાર પણ વરસાદ વિના ખેતરો કોરા, સિંચાઈના અભાવે પશુપાલન પર સંકટ,જગતનો તાત ચિંતાતુર બન્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment