Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'નોટબંધી જેવો માહોલ, લોકો ટિફિન લઈને લાઈનમાં ઊભા રહે છે':સુરતમાં જન્મ મરણના દાખલા માટે લાઇનો લાગી, લોકોએ કહ્યું-ગરમીમાં હાર્ટ એટેક આવવાનો ભય

    12 hours ago

    સુરતમાં શાળાઓના એડમિશનની સીઝન શરૂ થતાં જ સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોન-એ કચેરી ખાતે વહેલી સવારથી જ લોક મેળો જોવા મળી રહ્યો છે. બાળકોના શાળા પ્રવેશ માટે આખા નામવાળો જન્મનો દાખલો ફરજિયાત હોવાથી વાલીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ સાથે જ જન્મના દાખલામાં સુધારો અને મૃત્યુનો દાખલા કઢાવવા આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે. કચેરીની બહાર સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેમાં નાના બાળકો સાથે આવેલા વાલીઓ પણ કલાકો સુધી ગરમીમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. વહીવટી તંત્રની ધીમી કામગીરી અને લિમિટેડ સમયને કારણે લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. 10:30થી 2 વાગ્યા સુધી જ કામગીરી, જનતા રામભરોસે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કચેરીમાં માત્ર સવારે 10:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી જ દાખલા સબંધી કામગીરી કરવામાં આવે છે. બે વાગ્યા પછી કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરીમાં જવાનું હોવાનું કહીને કામગીરી સ્થગિત કરી દેવામાં આવે છે. આ ટૂંકા સમયગાળાને કારણે સેંકડો લોકો છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. 'નોટબંધી જેવો માહોલ, લોકો ટિફિન લઈને લાઈનમાં ઊભા રહે છે' વરાછા ઝોન ખાતે લાઈનમાં ઊભેલા સ્થાનિક નાગરિક નીતિનભાઈ દેવરાજભાઈ કાકલોતરે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, હું અહીં વરાછા ઝોનની ઓફિસે સવારના નવ વાગ્યાથી જન્મ અને મરણના દાખલા મેળવવા માટે લાઈનમાં ઊભો રહ્યો છું. અત્યારે અહીં ભારે ટ્રાફિક અને ભીડ જોવા મળી રહી છે, છતાં પણ હજી સુધી વહીવટી તંત્રના કોઈ અધિકારી કે સાહેબો અહીં હાજર થયા નથી. અહીંની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે નોટબંધીના સમયની જેમ હવે લોકોએ સરકારી કાગળો મેળવવા માટે પણ અહીં ટિફિન લઈને આવવું પડશે. 'ધારાસભ્ય કે કોર્પોરેટર પ્રજાની સુવિધા સારી કરવામાં તત્પર દેખાતા નથી' વધુમાં કહ્યુ કે, ભાજપના શાસનમાં લોકો એવી વાતો કરે છે કે કોઈ તકલીફ હોય તો જણાવજો, પરંતુ વાસ્તવિકતા એ છે કે અહીંના કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટર પ્રજાની સુવિધા સારી કરવામાં જરાય તત્પર દેખાતા નથી. મારી વરાછા ઝોનના જવાબદાર અધિકારીઓને નમ્ર અપીલ છે કે તેઓ આ વ્યવસ્થામાં સુધારો કરે, લોકોને પડતી હેરાનગતિનું તાકીદે નિરાકરણ લાવે અને જો જરૂર જણાય તો વહીવટ ઝડપી બનાવવા માટે બીજી નવી ઓફિસ પણ શરૂ કરે. ગરમીમાં હાર્ટ એટેક આવવાનો ભય વધુમાં જણાવ્યું હતું કે, મેં અહીં જોયું છે કે લોકો સવારના છ વાગ્યાથી ટિફિન અને નાસ્તો સાથે લઈને આવી જાય છે અને અહીં જ નાસ્તો કરીને લાંબી લાઈનોમાં ઊભા રહી જાય છે. જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેઓ માત્ર એક મરણનો દાખલો મેળવવા માટે આટલી ભારે ભીડ અને અસહ્ય ગરમીમાં હેરાન થઈ રહ્યા છે. આવી ગંભીર પરિસ્થિતિમાં કોઈ પણ માણસ ગરમીના કારણે અચાનક બીમાર પડી શકે છે અથવા તેને હાર્ટ એટેક પણ આવી શકે છે. હું વહીવટી અધિકારીઓને અને સાહેબોને ફરીથી વિનંતી કરું છું કે આ પરિસ્થિતિને ગંભીરતાથી લો, સામાન્ય જનતાની મુશ્કેલીઓ પર થોડું ધ્યાન આપો અને આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવો. સરકારી બાબુઓની ભૂલનો ભોગ બનતા નાગરિકો, પ્રોફેસરના 4 ધક્કા! કચેરીની અણઘડ કામગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા જગન્નાથ પાઢીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, મારા બાળકના જન્મના દાખલામાં નામની જોડણીમાં ભૂલ હોવાથી બોર્ડના સર્ટિફિકેટમાં પણ ભૂલ આવી છે. હવે 12મા ધોરણમાં એડમિશન અને અન્ય સરકારી દસ્તાવેજોના સુધારા માટે મારે સાચો દાખલો જોઈએ છે. ફોર્મ ભર્યા પછી મને 10 દિવસ પછી બોલાવાયો, પછી નવું ફોર્મ મંગાવ્યું. 65ની ફી ભર્યા બાદ જે દાખલો આપ્યો, તેમાં પણ કર્મચારીઓએ ફરીથી ભૂલ કરી દીધી! 'આ મારો ચોથો ધક્કો છે, મારી આગળ 38 લોકો' તેમણે વધુમાં ઉમેર્યું કે, પોતાની ભૂલ સુધારવાને બદલે કર્મચારીઓએ મને ફરીથી એફિડેવિટ અને માતા-પિતાના લિવિંગ સર્ટિફિકેટ પ્રમાણિત કરાવીને લાવવા કહ્યું. આ મારો ચોથો ધક્કો છે. આજે હું સવારે 9:30 વાગ્યાથી લાઈનમાં ઊભો છું, મારી આગળ 38 લોકો હતા. જો ભણેલા-ગણેલા લોકોની આવી હાલત થતી હોય, તો સામાન્ય અને ગરીબ જનતાની શું હાલત થતી હશે? કાળઝાળ ગરમીમાં હાર્ટ એટેક આવવાનો ભય હાલ સુરતમાં આકરી ગરમી પડી રહી છે, તેવામાં વરાછા ઝોન કચેરીની બહાર શેડ કે પીવાના પાણીની પૂરતી સુવિધા ન હોવાને કારણે અરજદારો તોબા પોકારી ઉઠ્યા છે. લોકોનું કહેવું છે કે જો આવી જ સ્થિતિ રહી તો આ ગરમીમાં ગૂંગળામણને કારણે કોઈ વ્યક્તિ મરી જશે કે કોઈને હાર્ટ એટેક આવી જશે તો જવાબદારી કોની? મ્યુનિસિપાલિટી કમિશનર આ ગંભીર બાબતે વહેલી તકે ધ્યાન આપીને પ્રક્રિયા સરળ બનાવે તેવી લોક માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન-ઉપપ્રમુખની વરણી:ડી.એમ. પટેલ ચેરમેન, રણજીતભાઈ વાળા ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા
    Next Article
    જામનગરમાં રાજપૂત સમાજ, કોંગ્રેસ દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ ઉજવાઈ:કોર્પોરેટરો અને આગેવાનોએ વીર શિરોમણીને પુષ્પાંજલિ અર્પણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment