Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર મનપાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી:બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સહિતનો કાફલો દોડ્યો; લાંબા સર્ચ ઓપરેશન બાદ પણ કઈ શંકાસ્પદ મળ્યું નહીં

    3 दिन पहले

    જામનગર મહાનગરપાલિકાને એક અજ્ઞાત ઈમેઈલ મળ્યો હતો, જેમાં મનપાની બિલ્ડિંગને બૉમ્બથી ઉડાડી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી હતી.આ ધમકીભર્યા મેઈલના પગલે સમગ્ર સરકારી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી.જોકે હાલ કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસ દ્વારા સમગ્ર બિલ્ડીંગ સુરક્ષિત છે તેવું કઈ તમામ લોકો રાબેતા મુજબ પોતાની ફરજ પર કામગીરી શરૂ કરી છે. મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટે.કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, સહિતના પદ અધિકારી અને ડેપ્યુટી કમિશનર ઝાલા સહિતના અધિકારીઓ રાબેતા મુજબ ફરજ બજાવાનું શરૂ કર્યું. પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે ધમકીની માહિતી મળતા જ જામનગર બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતાના ચુસ્ત કાફલા સાથે તાત્કાલિક મહાનગરપાલિકાની કચેરીએ પહોંચી ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવીને સુરક્ષાના ઘેરાવમાં લઈ લેવામાં આવી હતી. કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ફફડાટ આચનક પોલીસના મોટા કાફલા અને બોમ્બ સ્ક્વોડના ધાડેધાડા ઉતરી પડતા મહાનગરપાલિકાના કર્મચારીઓ તેમજ પોતાના કામ અર્થે આવેલા સામાન્ય નાગરિકોમાં થોડો સમય માટે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા હાલ પૂરી સાવચેતી સાથે સઘન ચેકિંગ ચલાવ્યું હતું. આ ઈમેઈલ ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો અને તેની પાછળનો હેતુ શું છે, તે દિશામાં સાયબર ક્રાઈમ અને એલ.સી.બી.ની ટીમોએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ માત્ર કોઈની ટીખળ છે કે કોઈ મોટું ષડયંત્ર, તે સર્ચ ઓપરેશન પૂરું થયા બાદ જ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકાના દરિયામાં કરંટ સાથે 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં:દરિયો તોફાની બન્યો, ગોમતી ઘાટે પ્રવાસીઓની અવરજવર બંધ કરાઈ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
    Next Article
    અડધું ડમ્પર રોડ પર જમીનમાં ઘૂસી ગયું:જાણે શક્તિશાળી ભૂકંપ આવ્યો હોય તેવા દ્રશ્યો, સુરતમાં રોડ પર 500 મીટર સુધી ભયાનક તિરાડો; રસ્તાના કામમાં ભ્રષ્ટાચારની ગંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment