Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુદ્ધ ઘીનાં નામે ગ્રાહકો સાથે છેતરપીંડીનો પર્દાફાશ:રાજકોટનાં કુવાડવા રોડની જય દ્વારકાધીશ ડેરી ફાર્મનું ઘી લેબોરેટરી પરીક્ષણમાં ફેઇલ, આરોગ્ય માટે જોખમી વેજીટેબલ ફેટની હાજરી મળી, ફૂડ વિભાગે કઠોળનાં 15 નમુના લીધા

    17 hours ago

    રાજકોટમાં શુદ્ધ ઘીનાં નામે ગ્રાહકો સાથે છેતરપીંડીનો પર્દાફાશ થયો છે. મનપાનાં ફૂડ વિભાગ દ્વારા શહેરના કુવાડવા રોડ પરથી તાજેતરમાં લેવાયેલા નમૂનાઓના પૃથ્થકરણમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રણછોડદાસ બાપુના આશ્રમ પાસે, રોહીદાસપરા મેઇન રોડ પર આવેલી "જય દ્વારકાધીશ ડેરી ફાર્મ" માંથી લેવામાં આવેલ "શુદ્ધ ઘી (લુઝ)" નો નમૂનો લેબ તપાસ બાદ સબસ્ટાન્ડર્ડ એટલે કે ફેઇલ જાહેર કરવામાં આવ્યો છે. પૃથ્થકરણ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ ઘીમાં B.R. Reading at 40° C તથા આયોડિન વેલ્યૂની માત્રા નિયત ધારાધોરણ કરતાં વધુ હતી. આ ઉપરાંત, સૌથી ગંભીર બાબત એ છે કે આ ઘીમાં વેજીટેબલ ફેટની હાજરી મળી આવી છે, જે શુદ્ધ ઘીના નામે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી સમાન છે. આ મામલે તંત્ર દ્વારા સંબંધિત પેઢી સામે એજયુડિકેશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજે ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કુલ 12 પેઢીઓની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 15 વિવિધ ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની આ ટીમોએ સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં આવેલી જાણીતી સુપર માર્કેટો અને પ્રોવિઝન સ્ટોર્સમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન સાધુવાસવાણી રોડ પર આવેલી ગોલ્ડન સુપર માર્કેટમાંથી સોયાબીન અને દેશી ચણાના નમૂના લેવાયા હતા. તે જ વિસ્તારમાં આર હાઇપર માર્કેટમાંથી તુવેર દાળ તથા ઓમ સુપર માર્કેટમાંથી મગની છડી દાળ અને કાબુલી ચણાના નમૂના લેવામાં આવ્યા હતા. રૈયા રોડ પર બાલાજી શોપિંગ સેન્ટરમાંથી સફેદ ચોળી, શ્રી જલીયાણ પ્રોવિઝન સ્ટોરમાંથી મગ, શ્રી ભગવતી પ્રોવિઝન સ્ટોરમાંથી ચણાદાળ, એન.બી. બ્રધર્સમાંથી રાજમા અને જય સિયારામ શોપિંગ સેન્ટરમાંથી લીલા વટાણાના નમૂના લેવામાં આવ્યા હતા. ઉપરાંત, સાધુવાસવાણી રોડ પર ચંદન સુપર માર્કેટમાંથી અળદ, યુનિવર્સિટી રોડ પર બાલાજી સુપર માર્કેટમાંથી રાજમા અને તુવેર દાળ, રાજેશ અનાજ ભંડારમાંથી વાલ તથા કાલાવડ રોડ પર એન.કાકુભાઈ ગાંધીની પેઢીમાંથી મઠના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. રાજકોટ મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ તમામ 15 નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ જો તેમાં કોઈ ક્ષતિ જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સમ્રાટ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:માતાઓ અને વાલીઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો
    Next Article
    રાહી ફાઉન્ડેશને 50 મનોદિવ્યાંગ બાળકોને ભોજન કરાવ્યું:સ્મિત ચાઇલ્ડ સ્કૂલમાં કેરીનો રસ, પૂરી સહિતની વાનગીઓ પીરસી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment