Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠંડી શરૂ થતાં જ શ્વાસની તકલીફ વધી:108ના કોલમાં 35% સુધીનો ઉછાળો

    9 hours ago

    અમદાવાદમાં એક જ રાતમાં ઠંડીનો પારો 4 ડિગ્રી સુધી ગગડતાં સિઝનમાં પહેલીવાર ઠંડીનો અહેસાસ થયો હતો. ઠંડી અને વધતા વાયુ પ્રદૂષણની સીધી અસર લોકોના શ્વસનતંત્ર પર થઈ રહી છે. 108ના આંકડા મુજબ વર્ષ 2022થી ઓક્ટોબર 2026 સુધીમાં અમદાવાદ જિલ્લામાં શ્વાસની તકલીફના 1.35 લાખ કેસ નોંધાયા છે. જે દૈનિક સરેરાશ 76થી 77 કેસ થાય છે. તેની સામે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન રોજના 110થી 130 ઇમરજન્સી કોલ આવતા સામાન્ય દિવસોની સરખામણીએ 30થી 35 ટકાનો ઉછાળો નોંધાય છે. ધૂળ અને પ્રદૂષણથી શ્વાસનળી સંકોચાતાં અસ્થમા, બ્રોન્કાઇટિસ, સીઓપીડી (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ)ના દર્દીની સમસ્યા વધે છે. ઓક્ટોબર 2026 સુધીમાં 26,092 કેસ નોંધાયા છે. સવારે 5થી 9 અને રાત્રે 9થી 1 દરમિયાન વધુ જોખમ શિયાળામાં સવારે 5થી 9 અને રાત્રે 9થી 1 વાગ્યે નીચા તાપમાનથી શ્વાસનળી પર અસર થતાં ઇમરજન્સી કોલ વધે છે. 60થી વધુ વયના વૃદ્ધો, 10થી નાનાં બાળકો અને નરોડા, ઓઢવ, વટવા, નારોલ તથા બાપુનગર વિસ્તારમાં જોખમ વધુ રહે છે. ઠંડી હવા અને ધૂળથી શ્વસનતંત્ર પર અસર મેટ્રો, બુલેટ ટ્રેન, રોડ અને બાંધકામની ધૂળ તેમજ વાહનોના ધુમાડાથી AQI ખરાબ રહે છે. ઠંડી-સૂકી હવાથી શ્વાસનળી સંકોચાય છે અને પવનની ઓછી ગતિથી પ્રદૂષણના રજકણો જમીન નજીક રહેતા અસ્થમા, બ્રોન્કાઇટિસ તથા સીઓપીડીના દર્દીઓની તકલીફ વધે છે. - ડો. રાહુલ જાલન, પલ્મોનોલોજિસ્ટ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:રાજ્યમાં પ્રથમ વાર ગોવંશને કૃત્રિમ પગ લગાવાશે, 15 ગાય-બળદ ચાલતાં થશે
    Next Article
    આગામી દિવસોમાં પણ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે:કસકથી ઝાડેશ્વર સુધી 150 દબાણો પર બુલડોઝર‎ફરી વળ્યું, રોડ માર્જિન ખાલી કરાવવાની ઝુંબેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment