Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:ગુજરાત યુનિવર્સિટીમાં મંજૂર 200 સામે 97 કાયમી અધ્યાપક, નેશનલ રેન્કિંગ બગડી શકે

    8 hours ago

    ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના અનુસ્નાતક ભવનોમાં 200થી વધુ મંજૂર અધ્યાપકોની જગ્યા સામે માત્ર 97 અધ્યાપકો કાર્યરત છે, જ્યારે વિવિધ વિભાગોમાં 61 ટકા સુધીની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. ટૂંક સમયમાં NIRF રેન્કિંગ જાહેર કરશે જેમાં ગુજરાત યુનિ.નો રેન્કિંગ ગગડી શકે છે. યુનિ.ના 20 હજારથી વધુ વિદ્યાર્થી છે. આર્ટસમાં પ્રાકૃત, ભાષાવિજ્ઞાન અને ફિઝિકલ એજ્યુકેશન વિભાગોમાં એક પણ કાયમી અધ્યાપક નથી, કેટલાક વિભાગો માત્ર એક અધ્યાપક કે એડહોકથી ચાલે છે. બીજી તરફ, કાયમી રજિસ્ટ્રાર, ડેપ્યુટી રજિસ્ટ્રાર અને એકાઉન્ટ ઓફિસર સહિત બિન-શૈક્ષણિક સ્ટાફની આશરે 200થી વધુ એટલે કે 40 ટકાથી વધુ જગ્યા ખાલી રહેતા વહીવટી ખોરવાઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના અધ્યક્ષ રાજેન્દ્ર જાદવે જણાવ્યું કે, લાંબા સમયથી ભરતી ન થતા પીએચડી માટે ગાઈડ મળવામાં મુશ્કેલી છે, જેથી સંશોધનને નુકસાન થશે. કાયમી સ્ટાફના અભાવે કેન્દ્ર સરકાર, યુજીસીની કરોડોની રિસર્ચ ગ્રાન્ટ તથા સ્પેશિયલ ફંડ ગુમાવવાનો વારો આવે છે, સાથે જ નેશનલ રેન્કિંગ પર પણ અસર પડી શકે છે. નવનિયુક્ત કુલપતિ ડો. પૃથુલ દેસાઈએ જણાવ્યું કે, તાજેતરમાં ચાર્જ સંભાળ્યો છે, સમગ્ર મામલે અભ્યાસ કરીને નિયમાનુસાર કાર્યવાહી કરશે. 15 જગ્યાએ 40 વિદ્યાર્થીએ એક પ્રોફેસરની સ્થિતિ કામનો બોજ: કાયમી અધ્યાપકોના અભાવે સ્ટાફને વધારે કામનું ભારણ. ઓછું જોડાણ: કરાર કે એડહોકમાં કાયમી જેટલું ઇન્વોલ્વમેન્ટ નહીં. જવાબદારીનો અભાવ: એડહોકને લાંબી જવાબદારી સોંપાતી નથી. રેન્કિંગ પર અસર: સ્ટાફના અભાવે નેશનલ રેન્કિંગ બગડવાની ભીતિ. NIRFમાં ગુજરાત યુનિ.ના રેન્કમાં સતત ઘટાડો ગુજરાત યુનિ.માં 40 વિદ્યાર્થી સામે 1 જ અધ્યાપક 233ના મહેકમ સામે 93 ફુલ ટાઈમ અધ્યાપકો છે જે ઘટીને 2029માં 57 અધ્યાપકો રહેશે. પ્રતિ વર્ષ આશરે પાંચથી સાત અધ્યાપકો રીટાયર્ડ થાય છે. જે કુલ મહેકમના 20થી 25 ટકા જેટલા અધ્યાપકો હશે. NIRF રેન્કિંગમાં સૌથી પ્રથમ ક્રાઈટ એરિયામાં સ્ટુડન્ટ ટીચર્સ રેશિયોના 100 ગુણભાર છે. જેમાં આદર્શ રેશિયો 15 જેમ 1નો છે. જેમાં ગ્રાન્ટેડ કોર્સમાં 3700 વિદ્યાર્થી છે જે અંતર્ગત 40 જેમ 1નો રેશિયો છે.
    Click here to Read More
    Previous Article
    પી-વેસ્ટ વોર્ડ નં. 46માં રસ્તો પહોળો કરવાનો માર્ગ મોકળો:મલાડના નાહરનગર માર્ગમાં BMCની મોટી કાર્યવાહી, 17 બાંધકામો દૂર કરાયાં
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:રાજ્યમાં પ્રથમ વાર ગોવંશને કૃત્રિમ પગ લગાવાશે, 15 ગાય-બળદ ચાલતાં થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment