Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પી-વેસ્ટ વોર્ડ નં. 46માં રસ્તો પહોળો કરવાનો માર્ગ મોકળો:મલાડના નાહરનગર માર્ગમાં BMCની મોટી કાર્યવાહી, 17 બાંધકામો દૂર કરાયાં

    8 hours ago

    મુંબઈના મલાડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અને રસ્તાઓ પરના અવરોધો હટાવવાની દિશામાં મુંબઈ મહાપાલિકા (બીએમસી) દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. પી-વેસ્ટ વોર્ડના વોર્ડ નં. 46માં આવેલા નાહર નગર માર્ગ પર અતિક્રમણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 17 બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં.નાહર નગર માર્ગને વિકાસ આયોજન મુજબ 18.30 મીટર પહોળો કરવાનો પ્રસ્તાવ છે. જોકે, અગાઉ આ રસ્તાની વાસ્તવિક પહોળાઈ માત્ર 4 મીટર જેટલી હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને ગિરીશ કેની ચાલી નજીક રસ્તા પર અડચણો ઊભી થતી હતી અને ટ્રાફિકની અવરજવરમાં વિક્ષેપ પડતો હતો. બીએમસીની કાર્યવાહી બાદ રસ્તાનો અંદાજે 30 મીટરનો ભાગ અતિક્રમણમુક્ત કરવામાં આવ્યો છે. પરિણામે પ્રસ્તાવિત 18.30 મીટર પહોળા રસ્તાના વિકાસ માટે માર્ગ મોકળો થયો છે. આ કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં વાહનવ્યવહાર વધુ સુગમ બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ સમગ્ર કાર્યવાહી સંયુક્ત મ્યુનિસિપલ કમિશનર (ઝોન-4) ડૉ. ભાગ્યશ્રી કાપસે અને પી-વેસ્ટ વિભાગના સહાયક મ્યુનિસિપલ કમિશનર કુંદન વલવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ કામગીરીમાં ભાગ લીધો હતો.ખાસ નોંધનીય છે કે અતિક્રમણ હટાવ્યા બાદ રસ્તો લાંબા સમય સુધી ધૂળ અને ખાડાઓની સમસ્યાથી ઘેરાયેલો ન રહે તે માટે માર્ગ વિભાગને તાત્કાલિક સિમેન્ટ કોંક્રિટ (સીસી) રોડ બનાવવાની સૂચના આપવામાં આવી છે, જેથી સાફ કરાયેલો માર્ગ વહેલી તકે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી શકાય.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સોનું ઊંધે કાંધ, 10 મહિનામાં 52 હજાર તૂટ્યું, ચાંદીમાં પણ મોટો કડાકો, સુરત પોલીસે આરોપીને ગોળી ધરબી દીધી, ભારત સાથે ફાઈનલ રમ્યા વિના પાકિસ્તાનને ટ્રોફી
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:ગુજરાત યુનિવર્સિટીમાં મંજૂર 200 સામે 97 કાયમી અધ્યાપક, નેશનલ રેન્કિંગ બગડી શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment