Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સોનું ઊંધે કાંધ, 10 મહિનામાં 52 હજાર તૂટ્યું, ચાંદીમાં પણ મોટો કડાકો, સુરત પોલીસે આરોપીને ગોળી ધરબી દીધી, ભારત સાથે ફાઈનલ રમ્યા વિના પાકિસ્તાનને ટ્રોફી

    8 hours ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડાના છે. ભારતના રાફેલ કાફલા પર એક રિપોર્ટે સવાલો ઊભા કર્યા છે. આગળ જાણો કે, બ્લાઈન્ડ એશિયા કપમાં ફાઈનલ રમ્યા વિના પાકિસ્તાન ચેમ્પિયન કેવી રીતે બની ગયું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપશે. 📰 કાલના મોટા સમાચારો 1. સોનું એક વર્ષમાં સૌથી સસ્તું, ₹1.24 લાખ પર આવ્યું:આજે ₹6 હજાર ભાવ ઘટ્યા; ચાંદીના ભાવ પણ ₹8 હજાર ઘટ્યા, ₹1.53 લાખ પર આવી સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો ચાલુ છે. IBJA મુજબ, શુક્રવારે 10 ગ્રામ 24 કેરેટ સોનું 5,638 રૂપિયા સસ્તું થઈને 1.23 લાખ રૂપિયા પર આવી ગયું. આ ઘટાડા બાદ સોનું લગભગ એક વર્ષ જૂના સ્તરે પહોંચી ગયું છે. ગયા વર્ષે 24 નવેમ્બરે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,23,308 રૂપિયા હતો. ત્યાર બાદ આખા વર્ષ દરમિયાન તેના ભાવ ઊંચા રહ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો 2. રિપોર્ટ- ભારત પાસે 36 નહીં, 32 સક્રિય રાફેલ:પૂર્વ વાયુસેના ઉપપ્રમુખે રિપોર્ટ ખોટો ગણાવ્યો, પાકિસ્તાને ઓપરેશન સિંદૂરમાં તોડી પાડવાનો દાવો કર્યો હતો ભારતીય વાયુસેનાના રાફેલ વિમાનોની સંખ્યાને લઈને વિવાદ ઊભો થયો છે. બ્રિટિશ એવિએશન મેગેઝિન ફ્લાઇટગ્લોબલના તાજા રિપોર્ટમાં ભારતના 36 રાફેલ વિમાનોમાંથી માત્ર 32ને જ ઓપરેશનલ ગણાવવામાં આવ્યા છે. અહેવાલમાં એ જણાવાયું નથી કે બાકીના ચાર વિમાનો ક્યાં છે અથવા તેમને સક્રિય યાદીમાંથી શા માટે હટાવવામાં આવ્યા. પૂર્વ વાયુસેના ઉપપ્રમુખ એર માર્શલ એન. તિવારીએ આ આંકડાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. તેમણે મેગેઝિનને પોતાના સૂત્રોની વિશ્વસનીયતાની ફરી તપાસ કરવા જણાવ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. બાંગ્લાદેશમાં વિદેશ રાજ્યમંત્રીના ઘરમાં આગ લગાવી:ગઈકાલે યુનૂસનું ઘર સળગાવ્યું હતું; વડાપ્રધાને હિંસા માટે હસીનાને જવાબદાર ઠેરવી બાંગ્લાદેશમાં વિદેશ રાજ્યમંત્રી હુમાંયૂ કબીરના ઘર પર શુક્રવારે પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ લગાવી દેવામાં આવી હતી. ઘટનાના સમયે હુમાંયૂ કબીર ત્યાં હાજર નહોતા. ઘટના બાદ નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કબીરે આ હુમલા માટે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગને જવાબદાર ઠેરવી. તેમણે અવામી લીગને આતંકવાદી સંગઠન ગણાવ્યું. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ભારત સામે ફાઇનલ રમ્યા વિના પાકિસ્તાનને ટ્રોફી અપાઈ:ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ એવોર્ડ સેરેમનીમાં ગઈ નહોતી, પાકિસ્તાની અધિકારીએ લીધો નિર્ણય ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટમાં વધુ એક વિવાદ શરૂ થયો છે. બાંગ્લાદેશના ઢાકામાં શુક્રવારે રમાનારી મેન્સ એશિયા કપ ફોર ધ બ્લાઇન્ડની ફાઇનલ વરસાદને કારણે યોજાઈ શકી નહીં. પાકિસ્તાન અને ભારતને ટુર્નામેન્ટના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્લ્ડ બ્લાઇન્ડ ક્રિકેટ (WBBC)ના અધ્યક્ષ અને પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ સુલતાન શાહે પાકિસ્તાનને વિજેતા જાહેર કર્યું. મેચ રેફરીને પણ આ જ નિર્ણય સંભળાવવો પડ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો 5. SCO સમિટમાં મોદીએ કહ્યું- દુનિયામાં યુદ્ધ-અશાંતિ પર ચર્ચા:અમે ભારતમાં સિવિલાઇઝેશન ડાયલોગ કરી રહ્યા છીએ; મિટિંગમાં પાકિસ્તાની મંત્રી પણ હાજર પીએમ મોદીએ શુક્રવાર સાંજે દિલ્હીના પુરાણા કિલ્લામાં પ્રથમ શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે દુનિયા હાલમાં ઉથલપાથલના સમયમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં સાંસ્કૃતિક સહયોગ અને પરસ્પર જોડાણથી વૈશ્વિક શાંતિનો માર્ગ વધુ મજબૂત બની શકે છે. પીએમએ કહ્યું- જ્યારે દુનિયામાં યુદ્ધ અને અશાંતિ અંગેની ચર્ચા હાવી છે, ત્યારે ભારતમાં સભ્યતાઓ વચ્ચે સંવાદ થઈ રહ્યો છે. વૈશ્વિક શાંતિ માટે સાંસ્કૃતિક જોડાણ જરૂરી છે. મોદીએ પુરાણા કિલ્લા અને ભારતના સભ્યતાગત વારસાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અહીં આપવામાં આવતી પ્રેમ અને એકતાની શીખ પ્રાચીન હોવા ઉપરાંત સાર્વત્રિક પણ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. વાહનો પર સનાતન, હિન્દુ, પાટીદાર, રાજપૂત લખી નહીં શકાય:ગુજરાતમાં ટુ-વ્હીલરથી ટ્રક સુધી જાતિસૂચક લખાણ-ચિહ્નો પર પ્રતિબંધ, MLA લખ્યું હશે તો શું થશે? 4 સવાલથી સમજો નિયમ ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર સનાતન, હિન્દુ, પાટીદાર, રાજપૂત સહિત જાતિ દર્શાવતા શબ્દો-ચિહ્નો કે અન્ય લખાણનું પ્રદર્શન કરી શકાશે નહીં. રાજ્ય સરકારે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, બસ અને ટ્રક સહિતનાં ખાનગી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવતી બાબતોને નિયંત્રિત કરવા મોટર વાહન નિયમોમાં સુધારો કર્યો છે. બંદરો અને વાહન-વ્યવહાર વિભાગ દ્વારા ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. સિરિયલ લૂંટના બીજા આરોપીને પણ પોલીસે ગોળી ધરબી:પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતા સ્વબચાવમાં સુરત પોલીસનું ફાયરિંગ, 24 કલાકમાં બે હાફ એન્કાઉન્ટર સુરત શહેરમાં 19 નવેમ્બરે સવારે માત્ર 45 મિનિટમાં 5 સિરિયલ લૂંટ અને ચાકુબાજીની ઘટનાઓને અંજામ આપી આતંક મચાવનાર બંને લૂંટારુઓને સુરત પોલીસે 24 કલાકની અંદર બે અલગ-અલગ 'હાફ એન્કાઉન્ટર'માં દબોચી લઈ કાયદાનો પરચો બતાવ્યો છે. ગત મોડી રાત્રે લિંબાયત પોલીસ સ્ટેશનના PI ડી. ડી. ચૌહાણ પર ચપ્પુ વડે હુમલો કરનાર પ્રથમ આરોપી પરવેઝ અન્સારીના ડાબા પગમાં પોલીસે સ્વબચાવમાં ગોળી મારી ઝડપી લીધો હતો, જેના કલાકો બાદ આજે ક્રાઈમ બ્રાંચના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર બીજા આરોપી લક્ષ્મણકુમાર ઉર્ફે ગુડ્ડુ યાદવના પગમાં પણ PSI શૈલેષ દુબેએ ફાયરિંગ કરીને તેને ઝડપી પાડ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1, નેશનલઃ 'નામ સિરાજ છે એટલે ટીમની બહાર':કોંગ્રેસ સાંસદે 'નામ'નો મુદ્દો ઉઠાવ્યો, ગાવસ્કર-શાસ્ત્રી પણ પ્લેઇંગ-11માં પસંદગી ન થતા ચોંક્યા; BJPનો પલટવાર- રમતમાં હિંદુ-મુસ્લિમ ન કરો (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ રશિયાએ ક્રિમિયા બ્રિજ પરના હુમલાનો બદલો લીધો:યુક્રેન પર 400 ડ્રોન અને 110 મિસાઇલો છોડી, 8નાં મોત, પુતિને કહ્યું હતું- દર્દનાક જવાબ આપીશું (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ રાહુલે કહ્યું, નોટબંધી-GSTએ નાના વેપારીઓને બરબાદ કર્યા:મોનોપોલીથી નોકરીઓ ઊભી થતી નથી; ગઈકાલે મોદીએ ઉદ્યોગપતિઓને ફટકાર લગાવી હતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ ઇન્ડોનેશિયાના ડે-કેર સેન્ટરના પ્રિન્સિપલને 5 વર્ષની જેલ:53 બાળકો સાથે મારપીટ અને ખરાબ વર્તનના દોષી; કપડાથી હાથ-પગ બાંધીને રાખતા હતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ સ્પાઇસજેટની પાંખો કપાઈ, દેવું વધ્યું:એક સમયે દેશની બીજી સૌથી મોટી એરલાઇન પાસે માત્ર 13 વિમાન બાકી, 10થી ઓછા ઉડવા લાયક; ફ્લાઇટ રદ-વિલંબ મુદ્દે DGCAએ જવાબ માંગ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. સ્પોર્ટ્સઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ભગવા રંગમાં રંગાયો:કેમરન બેનક્રોફ્ટે ભારતીય પરંપરાથી જન્મદિવસ ઉજવ્યો, બોલ ટેમ્પરિંગ વિવાદ પર 8 વર્ષ બાદ બળાપો ઠાલવ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. બિઝનેસઃ નિવૃત્તિ પછી PFમાંથી દર મહિને પૈસા ઉપાડી શકશો:બાકી રહેલા ફંડ પર 8.25% વ્યાજ મળશે, સિસ્ટમેટિક વિથડ્રૉલ પ્લાનને મંજૂરી; જાણો સંપૂર્ણ ગણતરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પ્રેમીના ઘરે બેન્ડ-બાજા સાથે પહોંચી પ્રેમિકા ઉત્તર પ્રદેશના શામલીમાં ફિલ્મી અંદાજમાં સોનિયા ઢોલ-નગારાં લઈને પ્રેમી અંકુશના ઘરે પહોંચી ગઈ. 7 વર્ષના પ્રેમ બાદ અંકુશના અન્યત્ર લગ્ન થવાના સમાચાર મળતાં સોનિયા પરિવાર સાથે પહોંચી અને લગ્ન કરવાની જીદ કરવા લાગી. અંકુશની જાન 21 નવેમ્બરે દિલ્હી જવાની છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. બુર્જ ખલીફાથી પણ વધુ મોંઘી ગેમ:એક જ રાતમાં કરોડો ડોલરની રેકોર્ડબ્રેક કમાણી, રમવા માટે અમેરિકનોને રજા આપવી પડી, GTA-6નું ભારત સાથે ખાસ કનેક્શન 2. દુબઇની યાદો લઇને પાછા આવતા ગુજરાતી પરિવારની કરૂણ કહાની:એરપોર્ટથી 10 મિનિટ દૂર અકસ્માત, કાર સળગી ને દીકરાનું મોત, વ્હાલસોયાની વિદાયથી માતા-પિતા અજાણ 3. 'માતા સીતા વોરિયર પ્રિન્સેસ હતાં, વિવાદ શા માટે?':ગુજ્જુ એક્ટ્ર્રેસ અમીએ આપ્યો 'રામાયણ'માં સીતાનો અવાજ, કહ્યું- રણબીરને જોતાં જ બોલતી બંધ થઈ ગઈ' 4. બચ્ચન પરિવારની દેરાણી-જેઠાણી વચ્ચે પહેલેથી હતો 36નો આંકડો!:અમિતાભના નાના ભાઈનું મોટી ઉંમરે વકીલની પત્ની સાથે અફેર હતું! અભિષેક નહીં ભીમ છે જુનિયર બચ્ચન 5. આજનું એક્સપ્લેનર:લૂંટ, રેસિંગ, પ્રેમ… GTA-6ની અંદર શું-શું છે, લોકો તેના માટે આટલા દીવાના કેમ; રિલીઝ થતાં જ 14 હજાર કરોડની કમાણી 6. પીઢ ધારાસભ્યને વીડિયો ગેમનું ભૂત વળગ્યું:ઇન્સ્ટાગ્રામ પર પોતાનો AI વીડિયો અને જેન-ઝી જેવું કન્ટેન્ટ ચડાવ્યું; શું કોઈ નેતાએ આનંદીબેનની માફી માગી? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: મિથુન રાશિના અટકેલા કાર્યો પૂર્ણ થશે, મીન રાશિના જાતકોને આજે રોકાણમાં બમણો ફાયદો (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    श्रेया घोषाल और उदित नारायण का भोजपुरी गाना, 20 साल पहले रवि किशन ने की थी नगमा के माथे की बिंदिया की तारीफ 
    Next Article
    પી-વેસ્ટ વોર્ડ નં. 46માં રસ્તો પહોળો કરવાનો માર્ગ મોકળો:મલાડના નાહરનગર માર્ગમાં BMCની મોટી કાર્યવાહી, 17 બાંધકામો દૂર કરાયાં

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment