Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલ્યાણપુરા મોટીદાઉમાં યુવક પર ત્રણ શખસોનો હુમલો:સામાન્ય બોલાચાલીની અદાવતમાં લોખંડની પાઈપ અને ધોકાથી હુમલો કરી શખસો ફરાર, પોલીસ તપાસ શરૂ

    2 days ago

    મહેસાણા તાલુકાના કલ્યાણપુરા મોટીદાઉ ગામે સામાન્ય બોલાચાલીની અદાવત રાખી એક યુવક પર ત્રણ શખ્સોએ લોખંડની પાઇપ અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. ગાળો બોલવાની ના પાડતા ધમકી આપી કલ્યાણપુરા ગામે મામાના ઘરે રહીને મજૂરી કામ કરતા પથુજી શંકરજી ઠાકોર નામના 38 વર્ષીય યુવક સોનેરીપુરા પાટિયા નજીક ઉભા હતા, ત્યારે નાનીદાઉના સંજયજી પ્રભાતજી ઠાકોર નામના શખ્સે ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. પથુજીએ ગાળો બોલવાની ના પાડતા સંજયજી ઉશ્કેરાઈ ગયો હતો અને જોઈ લેવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. 'બપોરે કેમ દાદાગીરી કરતો હતો' કહી હુમલો કર્યો આ સામાન્ય વિવાદ બાદ રાત્રિના સાડા દસેક વાગ્યાના સુમારે યુવક પોતાના ઘરે જમીને સૂતો હતો, ત્યારે સંજયજી ઠાકોર લોખંડની પાઇપ સાથે અને તેની સાથે અન્ય બે અજાણ્યા શખ્સો હાથમાં ધોકા લઈને ધસી આવ્યા હતા. ત્રણેય શખ્સોએ 'બપોરે કેમ દાદાગીરી કરતો હતો' તેમ કહી પથુજી પર હુમલો કરી દીધો હતો, જેમાં પીઠના ભાગે પાઇપ અને ધોકાના ફટકા મારવામાં આવ્યા હતા તેમજ આંખના ભાગે ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. સંજયજી ઠાકોર સહિત ત્રણ શખ્સો સામે ગુનો દાખલ હુમલા દરમિયાન યુવકે બૂમાબૂમ કરી મૂકતા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત યુવક લોહીલુહાણ હાલતમાં ચાલતો ચાલતો હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ નજીક પહોંચ્યો હતો અને તેના પિતરાઈ ભાઈને ફોન કરીને બોલાવ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને પુરુષ સર્જિકલ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે સંજયજી ઠાકોર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઓઢવમાં પ્લાસ્ટિકની ફેક્ટરી આગમાં એકનાં મોત મામલે ગુનો દાખલ:ફેક્ટરી માલિક પિતા- પુત્રે ઇમરજન્સી એક્ઝિટ ગેટ અને ફાયર સેફ્ટી ના સાધનો રાખ્યા નહીં
    Next Article
    ખોડુ ગામે જન કલ્યાણ શિબિરનું ઉદ્ઘાટન:કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment