Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓઢવમાં પ્લાસ્ટિકની ફેક્ટરી આગમાં એકનાં મોત મામલે ગુનો દાખલ:ફેક્ટરી માલિક પિતા- પુત્રે ઇમરજન્સી એક્ઝિટ ગેટ અને ફાયર સેફ્ટી ના સાધનો રાખ્યા નહીં

    2 days ago

    અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનામાં એક મજૂરના મૃત્યુ મામલે ફેક્ટરી માલિક પિતા પુત્ર વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફેક્ટરીમાં આગ લાગી ત્યારે ઓરડીમાં તૂટેલો મજુર આજે જવાથી અને ગુંગળામણથી મોતને ભેટ્યો હતો. ફેક્ટરી માલિક દ્વારા કંપનીમાં આગના સમયે ઇમરજન્સી એક્ઝિટ ગેટ કે રસ્તો રાખ્યો નહોતો નિયમ મુજબ ફાયર સેફટીના સાધનો પણ રાખવામાં આવ્યા નહોતા અને સંપૂર્ણપણે બેદરકારી દાખવવામાં આવતા ઓઢવ પોલીસે ગુનો નોંધ્યો છે. મોડી રાત્રે આગ ને શખસ ભડથું થયો હતો ઓઢવ વિસ્તારમાં જુના ઓઢવ ફાયર સ્ટેશન નજીક મારુતિ એસ્ટેટમાં આવેલી અંબિકા પ્લાસ્ટિક નામની ફેક્ટરીમાં 12 જુનના રોજ મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ગાડીઓ સ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને બુજાવી દીધી હતી અને ત્યારબાદ ફેક્ટરીમાં તપાસ કરતા એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક કંપનીમાં કામ કરતો મજૂર પ્રતાપ પટેલિયા (રહે. મૂળ માલપુર અરવલ્લી) હોવાનું જાણવા મળ્યું હતું. ઓઢવ પોલીસ દ્વારા મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. ફેક્ટરીના માલિક પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાઈ ઓઢવ પોલીસ તપાસમાં ફેક્ટરીના માલિક અરૂણભાઇ બાબુભાઈ માંગરોલીયા અને સાગર અરૂણભાઇ માંગરોલીયા હોવાનું જાણવા મળ્યું હતું બંનેની બેદરકારી સામે આવતા ઓઢવ પોલીસે કંપનીમાં કામ કરતા દિલીપભાઈ નિનામાની પોલીસ ફરિયાદ લીધી છે. જેમાં 12 જૂનના રોજ ફેક્ટરીમાં કામ કરતા અન્ય મજૂર મેઘવાલ અને પ્રતાપ બંને ઓરડીમાં સુઈ ગયા હતા, મોડી રાત્રે આગ લાગવાની જાણ થઈ હતી. જેથી મેઘવાલ અને દિલીપ બંને પ્રતાપને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પ્રતાપે દરવાજો ખોલ્યો નહોતો અને આગ વધુ વિકરાળ બનતા બંને દોડીને કંપનીને બહાર જતા રહ્યા હતા. નિયમ મુજબ ફાયર સેફ્ટીના સાધનો પણ રાખ્યા નહોતા ફાયર બ્રિગેડ દ્વારા આગ બુજાવી દેવામાં આવી હતી ત્યારબાદ પ્રતાપનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ફેક્ટરીમાં જો કોઈ આગ લાગે અથવા અકસ્માત સર્જાય તો કર્મચારીઓની કે અન્ય વ્યક્તિઓની થઈ શકે એવું ફેક્ટરીમાં માલિકોને જાણમાં હોવા છતાં આગ અકસ્માત સમય ઇમર્જન્સી એક્ઝિટ ગેટ કે કોઈ રસ્તો રાખવામાં આવ્યો નથી.નિયમ મુજબ ફાયર સેફ્ટીના સાધનો પણ રાખ્યા નથી. પ્રાથમિક સારવાર માટેના સાધનો પણ રાખવામાં આવ્યા નહોતા.ફેક્ટરી માલિક પિતા પુત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવતા ઓઢવ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી બંનેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગીરમાં ગેરકાયદે સિંહદર્શન?: થાર જપ્ત:નંબર પ્લેટ વિનાની ગાડી પર મોરબી શહેર ભાજપ મંત્રીનું બોર્ડ;દબાણમાં આવ્યા વગર તટસ્થ તપાસની માગ
    Next Article
    કલ્યાણપુરા મોટીદાઉમાં યુવક પર ત્રણ શખસોનો હુમલો:સામાન્ય બોલાચાલીની અદાવતમાં લોખંડની પાઈપ અને ધોકાથી હુમલો કરી શખસો ફરાર, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment