Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરમાં ગેરકાયદે સિંહદર્શન?: થાર જપ્ત:નંબર પ્લેટ વિનાની ગાડી પર મોરબી શહેર ભાજપ મંત્રીનું બોર્ડ;દબાણમાં આવ્યા વગર તટસ્થ તપાસની માગ

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામની સીમમાં વન વિભાગે મોડી રાત્રે દરોડો પાડીને ગેરકાયદે સિંહ દર્શન (લાયન શો)ના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. વન વિભાગની ટીમ ત્રાટકતા જ આરોપીઓ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા, પરંતુ વનકર્મીઓએ સ્થળ પરથી એક મોપેડ અને નંબર પ્લેટ વગરની મહિન્દ્રા થાર કાર કબજે કરી છે. આ જપ્ત કરાયેલી શંકાસ્પદ થાર કારના આગળના કાચ પર ‘મંત્રી, મોરબી શહેર ભાજપ’ લખેલું બોર્ડ મારેલું હોવાથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ સાથે સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ગુપ્ત બાતમી અને વન વિભાગનો મધરાતે દરોડો વન વિભાગને સચોટ માહિતી મળી હતી કે મંડોર ગામની સીમમાં કેટલાક સ્થાનિક અને બહારના તત્વો દ્વારા આર્થિક ફાયદા માટે પ્રવાસીઓને ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત સમયે સિંહ દર્શન કરાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે વન વિભાગની સ્પેશિયલ ટીમે રાત્રિના સમયે ઓચિંતો દરોડો પાડ્યો હતો. સરકારી વાહનોનો અવાજ અને વનકર્મીઓને જોઈને સિંહ દર્શન કરાવી રહેલા અને કરી રહેલા તમામ શખ્સો વાહનો મૂકીને સીમની ઝાડીઓમાં કાળી રાત્રે ફરાર થઈ ગયા હતા. નંબર પ્લેટ ગાયબ પણ 'મંત્રી'નું બોર્ડ યથાવત વન વિભાગે ઘટનાસ્થળેથી જે વાહનો જપ્ત કર્યા, તેમાં સૌથી વધુ ચોંકાવનારી વિગતો મહિન્દ્રા થાર કારમાંથી મળી આવી હતી. આ વૈભવી કાર પર નિયમ મુજબની કોઈ માન્ય નંબર પ્લેટ લગાવેલી નહોતી, જે કાયદાકીય રીતે મોટો ગુનો છે. જોકે, કાયદાને ઘોળીને પી જનારા તત્વોએ પોતાની રાજકીય વગ બતાવવા માટે કારના આગળના કાચ પર ‘મંત્રી, મોરબી શહેર ભાજપ’ લખેલું સત્તાવાર બોર્ડ પ્રદર્શિત કર્યું હતું. પ્રતિબંધિત અને સંવેદનશીલ ગીર સરહદે મોડી રાત્રે રાજકીય હોદ્દો ધરાવતી ગાડીની હાજરીએ વન વિભાગની સુરક્ષા સામે પણ સવાલો ખડા કર્યા છે. ગાડીમાંથી શંકાસ્પદ દારૂની બોટલો મળી હોવાની ચર્ચા સ્થાનિક ગ્રામજનો અને સૂત્રોના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલી આ વીઆઈપી થાર કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, આ બાબતે વન વિભાગ કે સ્થાનિક પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેમ છતાં, વન્યજીવોના સંરક્ષણ વિસ્તારમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનના બેવડા કૃત્યની આશંકાએ લોકોમાં ભારે કૌતુક અને શંકા જગાવી છે. સ્થાનિક ખેડૂતોનો આક્રોશ અને તટસ્થ તપાસની માંગ મંડોર ગામના અગ્રણી કરશન બારડે આ ઘટના અંગે ઘેરા પ્રત્યાઘાતો આપતા જણાવ્યું કે, બહારથી આવતા વગદાર લોકો વારંવાર રાત્રિના સમયે સિંહોની પજવણી કરવા અને ગેરકાયદે સિંહ દર્શન માટે ખેતરોમાં ઘૂસી આવે છે. આના કારણે સ્થાનિક ખેડૂતોની સુરક્ષા જોખમાય છે અને પાકને નુકસાન થાય છે. તેમણે વન વિભાગ અને ઉચ્ચ કક્ષાએથી માંગ કરી છે કે વાહન પર લાગેલા કોઈ પણ રાજકીય બોર્ડ કે હોદ્દાના પ્રભાવમાં આવ્યા વિના આ મામલે સંપૂર્ણ પારદર્શી અને કડક તપાસ કરવામાં આવે. કાયદો બધા માટે સમાન હોવાની લોકલાગણી સ્થાનિક લોકોમાં એ વાતને લઈને ભારે નારાજગી છે કે જો જંગલના કાયદા અને સિંહ સુરક્ષાના નિયમો સામાન્ય નાગરિકો કે સ્થાનિક માલધારીઓ માટે આટલા કડક હોય, તો રાજકીય વગ ધરાવતા નેતાઓ કે તેમના સાથીદારો માટે ઢીલા કેમ? શું રાજકીય હોદ્દાની આડમાં ગીરના સિંહોની પજવણી કરવાનો પરવાનો મળી જાય છે? તેવા અણીયારા સવાલો સોશિયલ મીડિયા પર પણ ઉઠી રહ્યા છે. વાહનની માલિકી શોધવા વન વિભાગની ચક્રગતિમાન હાલના તબક્કે વન વિભાગે બંને વાહનો ચેસિસ નંબર અને એન્જિન નંબરના આધારે આરટીઓ (RTO)ની મદદથી માલિકની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. તપાસનો મુખ્ય વિષય એ છે કે આ બોર્ડ માત્ર વટ પાડવા માટે નકલી લગાવવામાં આવ્યું હતું કે પછી ખરેખર મોરબી ભાજપના કોઈ પદાધિકારી આ ગેરકાયદે સિંહ દર્શનના ગુનામાં સીધા સંકળાયેલા છે. આ તપાસના તાર આગામી દિવસોમાં રાજ્યના રાજકીય વર્તુળોમાં મોટો ભૂકંપ લાવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર કોંગ્રેસે મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલિ આપી:શૌર્ય અને સ્વાભિમાનના પ્રતીકને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
    Next Article
    ઓઢવમાં પ્લાસ્ટિકની ફેક્ટરી આગમાં એકનાં મોત મામલે ગુનો દાખલ:ફેક્ટરી માલિક પિતા- પુત્રે ઇમરજન્સી એક્ઝિટ ગેટ અને ફાયર સેફ્ટી ના સાધનો રાખ્યા નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment