Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોડુ ગામે જન કલ્યાણ શિબિરનું ઉદ્ઘાટન:કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર આયોજન કરાયું

    2 days ago

    વઢવાણ વિધાનસભાના ખોડુ ગામે "જન કલ્યાણ શિબિર"નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ શિબિરનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કરાયું હતું. આ પ્રસંગે "એક પેડ માઁ કે નામ 3.0" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડવાનો છે. નાગરિકોને એક જ સ્થળે માર્ગદર્શન, સહાય અને સેવાઓ પ્રાપ્ત થાય તેમજ સુશાસનને વધુ ગતિ મળે તે હેતુથી આ શિબિરનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન ભૂસડિયા, વઢવાણ તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ વસવેલીયા સહિત સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કલ્યાણપુરા મોટીદાઉમાં યુવક પર ત્રણ શખસોનો હુમલો:સામાન્ય બોલાચાલીની અદાવતમાં લોખંડની પાઈપ અને ધોકાથી હુમલો કરી શખસો ફરાર, પોલીસ તપાસ શરૂ
    Next Article
    Amreli Forest Department News | અમરેલીમાં યુવાનને ફાડી ખાનાર વધુ સિંહ પકડાયા | Lion | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment