Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં સગીરા ગુમ, અપહરણની શંકા સાથે ફરિયાદ:પીયરમાં પ્રસંગમાં આવેલી દીકરી કુદરતી હાજતે જવાનું કહી નીકળી, પરત ન ફરતા તપાસ

    3 days ago

    મહેસાણામાં એક સગીરા તેના મોસાળમાં એક પ્રસંગ દરમિયાન ગુમ થઈ ગઈ છે. કુદરતી હાજતે જવાનું કહીને નીકળેલી 16 વર્ષીય દીકરી મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારે અપહરણની શંકા વ્યક્ત કરી છે. માતાએ એક શંકાસ્પદ યુવક સામે ચાણસ્મા પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહેસાણાના એક વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરી ધોરણ 9 સુધી અભ્યાસ કરેલી છે. ગત 2 મે, 2026ના રોજ પરિવાર ઇટોદા ગામે એક પ્રસંગમાં ગયો હતો. સાંજે આશરે 6 વાગ્યે સગીરા કુદરતી હાજતે જવાનું કહીને ઘરની બહાર નીકળી હતી. થોડા સમય સુધી તે પરત ન આવતા પરિવારજનોએ આજુબાજુના ઘરે તપાસ કરી હતી. ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું કે દીકરી અહીં આવી હતી અને થોડી વાર પહેલા જ અહીંથી નીકળી ગઈ છે. મોડી રાત સુધી દીકરી ઘરે પરત ન ફરતા પરિવારે સગા-સંબંધીઓ અને આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ આદરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. રાત્રે આશરે 11 વાગ્યે રામોસણા ખાતે રહેતા તેમના સંબંધીનો ફોન આવ્યો તેમણે ફોન પર જણાવ્યું હતું કે હાજીપુર, લાલવાડ હનુમાનનગર સોસાયટીના મૂળ રહેવાસી અલ્પેશ ઉર્ફે ટીનાજી ઠાકોરે ફોન કરીને તેમને જાણ કરી છે કે, તેણે સગીરાને ફોસલાવીને ભગાડી દીધી છે. આ માહિતી મળ્યા બાદ પરિવારે તાત્કાલિક તપાસ કરી, પરંતુ અલ્પેશ અને સગીરા બંનેનો કોઈ પત્તો મળ્યો નથી. ગુમ થયેલી સગીરા પાસે કોઈ મોબાઈલ ફોન નથી. સગીરાની માતાએ અલ્પેશ ઉર્ફે ટીનાજી ઠાકોર સામે પોતાની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને ભગાડી જવા અંગે પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પિતા સામે પુત્રી પર દુષ્કર્મનો ગુનો નોંધાયો:જામજોધપુરમાં 3 વર્ષથી શોષણનો આરોપ, પોક્સો હેઠળ કાર્યવાહી
    Next Article
    ભાજપ બહુમત, કોંગ્રેસ પ્રમુખ:મોરબી જિલ્લા પંચાયતમાં આજે વિવિધ‎ કમિટીની નિમણૂકને બહાલી આપશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment