Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ બહુમત, કોંગ્રેસ પ્રમુખ:મોરબી જિલ્લા પંચાયતમાં આજે વિવિધ‎ કમિટીની નિમણૂકને બહાલી આપશે‎

    4 days ago

    એપ્રિલ મહિનામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યાને લગભગ દોઢ મહિના જેટલો સમય વીતી ગયો છે. આ વખતે પ્રમુખ પદ કોંગ્રેસના સદસ્ય પાસે અને બહુમતિ ભાજપની છે આવી સ્થિતિમાં મોરબી જિલ્લા પંચાયતમાં આવતીકાલે બીજી સામાન્ય સભા થઇ રહી છે. પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપ પ્રમુખ અને કારોબારી સદસ્યના નામની જાહેરાત થયા બાદ હવે વિવિધ કમિટીના સદસ્યો અને તેના ચેરમેનની નિમણૂક બાકી છે અને આ નિમણુંકમાં કોને કયું પદ આપવું તેના માટે પેચ લાંબા સમયથી ફસાયેલો હતો ખાસ કરીને રોડ અને જાહેર બાંધકામ વિભાગ,આરોગ્ય, સિંચાઈ જેવી મહત્વની કમિટીમાં સ્થાન મેળવવા એન કેન પ્રકારે પ્રયાસ થઇ રહ્યા છે. કોંગ્રેસ પાસે માત્ર 7 સદસ્યો હોવાના કારણે બહુમતી ધરાવતા ભાજપ દ્વારા તેમના સદસ્યોને કમિટીમાં સ્થાન અને તેના ચેરમેન બનાવવામાં આવશે અને ભાજપ પાસે પુરતું સંખ્યા બળ હોવાના કારણે તમામ સદસ્યો કમિટીના ચેરમેન પદ મેળવવા તલ પાપડ થઇ રહ્યા છે. આવતીકાલે થનારી સભામાં સૌ પ્રથમ જૂની સામાન્ય સભાને બહાલી આપવામાં આવશે બાદમાં કમિટીની રચના થયા બાદ સદસ્યોનો પ્રસ્તાવ લઇ સભા પૂર્ણ કરી દેવાશે. ભાસ્કર ઇન્સાઇડ‎ - વજનદાર સમિતિઓના ચેરમેન પદ ‎વગદારોને આપવા ચોકઠાં ગોઠવાયા‎ મોરબી જિલ્લા પંચાયતની વગદાર ગણાતી કમિટીઓના ચેરમેન પદ વગદારોને આપી તેમને સાચવી લેવાની આગેવાનોની રણનીતિ ઘડાઇ ચૂકી છે અને આવતી કાલે તેનો ઘટસ્ફોટ થશે. સુત્રોમાંથી જાણવા મળતા સંભવિત નામ જોઇએ તો વાંકાનેરની ઢૂવા બેઠકના સરોજબેન ડાંગરોચા, માથક બેઠકના કાજલબેન વિઠલાપરા, આમરણ બેઠકના રીંકલબેન અઘેરા, ચરાડવા બેઠકના સદસ્ય માવજીભાઈ માકાસણા, ટીકર બેઠકના ધર્મેન્દ્ર કુમાર એરવાડીયા, લજાઈ બેઠકના રમણીકભાઈ મકવાણાને અલગ અલગ સમિતિનું ચેરમેન પદ મળે તેવી પૂરે પુરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં સગીરા ગુમ, અપહરણની શંકા સાથે ફરિયાદ:પીયરમાં પ્રસંગમાં આવેલી દીકરી કુદરતી હાજતે જવાનું કહી નીકળી, પરત ન ફરતા તપાસ
    Next Article
    ChatGPT market share falls below 50% for first time, but remains top AI assistant: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment