Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આચાર્યની આડોડાઇ, જિલ્લા અધિકારીના પત્રની પણ અવગણના કરી‎:માકણી શાળાના આચાર્યે આરટીઆઇની માહિતી નહીં આપતાં

    3 days ago

    છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની માકણી વિદ્યાલય શાળાની વૈશાલીબેન પિયુષભાઇ પંડ્યાએ શાળાના આચાર્ય સંજયભાઇ પટેલ પાસે શિક્ષિકાએ આરટીઆઇ હેઠળ 1જૂન માસ 2023 થી 9 જૂન 2025 સુધીના વિદ્યામંદિર માકણી દ્વારા દર મહિને માધ્યમિક અને ઉ. માધ્યમિક મોકલવામાં આવેલા પેરોલ, પ્રમાણિત નકલ તથા તેની સાથે પગાર વધઘટની પ્રમાણિક નકલો તથા સરાસરી નકલો, પ્રમાણપત્રની પ્રમાણિત નકલો(માહિતી અધિકાર અધિનિયમ) હેઠળ માહિતી માગી હતી, પરંતુ શાળાના આચાર્યે જાહેર માહિતી અધિકારીએ કાયદા મુજબ નિર્ધારિત સમયમર્યાદામાં માહિતી આપી નહોતી. ત્યારબાદ મામલો છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી જસવંતસિંહ પાસે પહોંચ્યા બાદ પત્ર લખી માહિતી આપવા જણાવ્યું હતું. છતાં માહિતી ન આપતાં આ મામલો સમગ્ર ઘટના ગાંધીનગર આયોગે પહોંચ્યા બાદ આયોગે ગંભીરતા દાખવી ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર સુધી પહોંચતાં આયોગે જવાબદાર શાળાના આચાર્ય સામે રૂા.10,000નો દંડ ફટકાર્યો હોવાનું સામે આવતાં સ્થાનિક સ્તરે ચર્ચાએ જોર પકડ્યું છે. આરટીઆઇ કાયદા હેઠળ સામાન્ય રીતે અરજી મળ્યા બાદ 30 દિવસમાં માહિતી આપવાની ફરજ હોય છે. જો માહિતી ન આપવામાં આવે, વિલંબ થાય અથવા યોગ્ય કારણ વિના ઇનકાર કરાય તો માહિતી આયોગ જાહેર માહિતી અધિકારી (પીઆઇઓ) પર દંડ લાદી શકે છે.
    Click here to Read More
    Previous Article
    વંકાસમાં વન વિભાગના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કોણ લાવ્યું?:કાર્યક્રમમાં બાળકો બીમાર પડ્યા હતા; DEO-DFO એ તપાસ શરૂ કરી
    Next Article
    છૂટ્ટા હાથે પથ્થરમારો, ખુરશીઓ વડે હુમલો:પાલનપુરમાં ઉછીના આપેલા પૈસા પરત માંગતા યુવક પર હુમલો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment