Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છૂટ્ટા હાથે પથ્થરમારો, ખુરશીઓ વડે હુમલો:પાલનપુરમાં ઉછીના આપેલા પૈસા પરત માંગતા યુવક પર હુમલો કર્યો

    3 दिन पहले

    પાલનપુરના ગુરુપ્લાઝા કોમ્પ્લેક્સમાં ઉછીના આપેલા પૈસા પરત માંગવાની બાબતે કેટલાક શખ્સોએ યુવક પર પથ્થરમારો અને ખુરશીઓ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન વચ્ચે પડેલા તેના મિત્રને પણ માર મારવામાં આવ્યો હતો. પાલનપુર શહેરમાં ઉછીના આપેલા પૈસા પરત માંગવાની બાબતે બોલાચાલી ઉગ્ર બનતાં યુવક પર હુમલો કરી અને ધાકધમકી આપી હતી. સામા પક્ષને ઉછીના પૈસા આપ્યા હતા અને સમય પૂર્ણ થતાં રકમ પરત માંગતા આરોપીઓએ પૈસા નહીં મળે, તારાથી થાય તે કરી લેજે કહીં અપશબ્દો ઉચ્ચાર્યા હતા. દરમિયાન ફરિયાદીનો મિત્ર તથા અન્ય સાથીઓ વચ્ચે પડી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતાં ત્રણેય શખ્સો વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી તથા તેના મિત્ર સાથે ઝપાઝપી કરી મારામારી કરી હતી. જાહેર રોડ પર હંગામો થતાં લોકો એકત્ર થઈ ગયા હતા, જેથી હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. અરજદારે હુમલાખોરો માથાભારે હોવાથી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    આચાર્યની આડોડાઇ, જિલ્લા અધિકારીના પત્રની પણ અવગણના કરી‎:માકણી શાળાના આચાર્યે આરટીઆઇની માહિતી નહીં આપતાં
    Next Article
    સમિક્ષા બેઠકમાં વિશ્વ યોગ દિવસની તૈયારીઓને અંતિમ ઓપ:21 જૂને વ્યારા દક્ષિણાપથ વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષાનો મહાયોગ કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment