Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંકાસમાં વન વિભાગના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કોણ લાવ્યું?:કાર્યક્રમમાં બાળકો બીમાર પડ્યા હતા; DEO-DFO એ તપાસ શરૂ કરી

    3 days ago

    ઉમરગામના વંકાસ ખાતે વન વિભાગ દ્વારા આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગંભીર બેદરકારી સામે આવી છે. કાળઝાળ ગરમીમાં બાળકોને ટેમ્પોમાં લાવવામાં આવ્યા હતા અને કાર્યક્રમ દરમિયાન 3 થી 4 બાળકોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DEO) અને દક્ષિણ વલસાડના DFO દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વન વિભાગના આ કાર્યક્રમમાં શાળાના બાળકોને કડક તડકામાં ઊભા રાખવામાં આવ્યા હતા. બાળકોને કાર્યક્રમ સ્થળે લાવવા અને પરત લઈ જવા માટે સુરક્ષિત વાહનને બદલે ટેમ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તેમના જીવને જોખમમાં મૂકવા સમાન હતું. આ ઘટનાના દ્રશ્યો સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DEO) ડૉ. રાજેશ્રી ટંડેલે આ મામલાને અત્યંત ગંભીર ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ કાર્યક્રમ અંગે વન વિભાગ કે શાળા દ્વારા શિક્ષણ વિભાગને કોઈ જાણ કરવામાં આવી ન હતી. પ્રાથમિક તપાસમાં આચાર્યએ જણાવ્યું કે વન વિભાગે બસની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું, પરંતુ બસ ન આવતા બાળકોને ટેમ્પોમાં લઈ જવા પડ્યા. DEO એ સ્પષ્ટ કર્યું કે જો બસની વ્યવસ્થા ન હોય તો શાળાએ બાળકોને મોકલવા જોઈતા ન હતા, જે શાળાની પણ મોટી ભૂલ છે. તેમણે વન વિભાગના RFO દ્વારા ટેમ્પો મોકલી વિદ્યાર્થીઓના જીવ સાથે જોખમ ઊભું કરવાને ગંભીર ગણાવ્યું અને હકીકતલક્ષી તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ, દક્ષિણ વલસાડના DFO દિનેશ રબારીએ વન વિભાગનો બચાવ કરતા જણાવ્યું કે, કાર્યક્રમમાં નજીકની શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે સ્વીકાર્યું કે 3 થી 4 બાળકો અસ્વસ્થ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. ડૉક્ટરોના મતે, બાળકો સવારે નાસ્તો કર્યા વિના આવ્યા હોવાથી ગરમીમાં આ પરિસ્થિતિ સર્જાઈ હોઈ શકે છે. DFO એ ઉમેર્યું કે હાલ તમામ બાળકો સ્વસ્થ છે અને ઘરે પરત ફર્યા છે, અને કાર્યક્રમ સવારે 10 વાગ્યે માત્ર અડધા કલાકમાં પૂરો થઈ ગયો હતો. જોકે, બાળકોને ટેમ્પોમાં લાવવા-લઇ જવાના અને અન્ય ગંભીર આક્ષેપો અંગે તપાસ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક સૂચના ​આ ઘટનાથી વિવાદ વકરતા વન વિભાગ અને શિક્ષણ વિભાગ બંને એક્શન મોડમાં આવ્યા છે. ભવિષ્યમાં સરકારના કોઈપણ કાર્યક્રમમાં શાળાના બાળકોની સુરક્ષા, ટ્રાન્સપોર્ટેશન અને સુવિધામાં આવી કોઈ ચૂક કે બેદરકારી ન રહી જાય તે માટે સંબંધિત તમામ અધિકારીઓ અને સ્ટાફને અત્યારથી જ સખત સૂચનાઓ આપીને સજાગ કરી દેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના વાતાવરણમાં પલટો સાથે વરસાદનું આગમન:સર્કિટ હાઉસ અને ડેપો વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા; અસહ્ય ગરમીથી આંશિક રાહત, પણ વાવણી લંબાવાની ભીતિ
    Next Article
    આચાર્યની આડોડાઇ, જિલ્લા અધિકારીના પત્રની પણ અવગણના કરી‎:માકણી શાળાના આચાર્યે આરટીઆઇની માહિતી નહીં આપતાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment