Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના વાતાવરણમાં પલટો સાથે વરસાદનું આગમન:સર્કિટ હાઉસ અને ડેપો વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા; અસહ્ય ગરમીથી આંશિક રાહત, પણ વાવણી લંબાવાની ભીતિ

    3 days ago

    ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમનની જાહેરાત વચ્ચે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આજે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમીથી તોબા પોકારી ઉઠેલા નવસારીવાસીઓને આજે મેઘરાજાએ આંશિક રાહત આપી છે. શહેરના પૂર્વ વિસ્તાર તેમજ અગત્યના ગણાતા સર્કિટ હાઉસ અને એસ.ટી. ડેપો સહિતના વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદી ઝાપટાં તૂટી પડ્યા હતા. અચાનક શરૂ થયેલા વરસાદને કારણે માર્ગો ભીના થયા હતા અને વાતાવરણમાં ક્ષણિક ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી મુક્તિ મળી હતી. માત્ર ઝાપટાંથી સંતોષ નહીં જૂન મહિનો મધ્યમાં પહોંચી ગયો હોવા છતાં નવસારી અને તેની આસપાસના વિસ્તારોમાં હજુ સુધી જોઈએ તેવો સાર્વત્રિક કે ધોધમાર વરસાદ નોંધાયો નથી. માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ભારે ઉકળાટ થઈ રહ્યો છે, જેનાથી શહેરીજનો અકળાઈ ઉઠ્યા છે. બીજી તરફ, કૃષિ ક્ષેત્રે પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. ડાંગરની વાવણી ખોરંભે પડવાની ભીતિ નવસારી જિલ્લાના અર્થતંત્રનો મોટો આધાર ડાંગર (ચોખા)ની ખેતી પર નિર્ભર છે. સ્થાનિક ખેડૂતો અને શહેરીજનો અત્યારે આકાશ ભણી મીટ માંડીને સારા વરસાદની પ્રતીક્ષા કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં વાવણી લાયક સારો વરસાદ પડવામાં વિલંબ થશે, તો ડાંગરનું ધરૂડિયા વાવવાની અને રોપણી કરવાની આખી સિઝન પાછળ ધકેલાઈ જશે. ખેતીની સિઝન લંબાવાને કારણે ખેડૂતોના આર્થિક ગણિત અને પાકના ઉત્પાદન પર તેની સીધી માઠી અસર પડી શકે છે. હાલ તો નવસારીની જનતા માત્ર ઝાપટાંથી સંતોષ માનીને મેઘરાજાની અસલી ધમાકેદાર બેટિંગ ક્યારે શરૂ થાય છે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    આણંદના થામણામાં મલ્ટી-સ્પેશિયાલિટી સ્ક્રીનિંગનું આયોજન:થામણાના વડીલોના વિશામો ખાતે સવારે 8:00થી બપોરે 2:00 વાગ્યા સુધી યોજાશે
    Next Article
    વંકાસમાં વન વિભાગના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કોણ લાવ્યું?:કાર્યક્રમમાં બાળકો બીમાર પડ્યા હતા; DEO-DFO એ તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment