Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માગ ઉઠી:ભંગાર વાત્રક કોલોની રોડ રિપેર કરો

    4 days ago

    વાત્રક સિંચાઈ વિભાગના બિસમાર થઈ ગયેલા બાયડ સખવાણીયા વાત્રક કોલોની રોડની સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક મરામત કરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે વર્ષો વિતવા છતાં સિંચાઈ વિભાગ દ્વારા રોડ ઉપર પડેલા ખાડાની મરામત ન કરાતાં રસ્તા ઉપરથી પસાર થતાં વાહન ચાલકો અને ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ રસ્તો બાયડ અમદાવાદ ચોરીવાડ ચોકડી ગોધરા હાઇવે અને રાજસ્થાનને જોડતો હોવાથી વાહનોની વધુ પડતી અવરજવર રહે છે. રસ્તા વચ્ચે મોટા ખાડા પડવાના કારણે આ રસ્તા ઉપરથી પસાર થતાં 40 કરતાં વધુ ગામડાના લોકો રોજિંદા પરેશાનીનો સામનો કરી રહ્યા છે. મોડાસા સુધી પહોંચવા પ્રજાને અને ખેડૂતોને આ રસ્તા ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. રોડની બંને સાઈડો તૂટી ગઈ હોવાથી અને રોડ વચ્ચે મોટા ખાડા પડ્યા હોવાથી ચાલકોને સાઈડ આપવામાં પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચોમાસાના હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં વાત્રક સિંચાઈ વિભાગ દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડાની મરામત ન કરાતાં પ્રજામાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ટુણાદર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રાજેન્દ્રસિંહ ચૌહાણ, સખવાણીયા પૂર્વ સરપંચ સોમાભાઈ જુજારભાઈ ખાંટે જણાવ્યું હતું કે આ રસ્તો બાયડ અમદાવાદ અને ચોરીવાડ ચોકડી ગોધરા હાઇવે તેમજ ડુંગરપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારને જોડતો હોવાથી આ રસ્તો 24 કલાક વાહનોથી ધમધમે છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા પંચાયત સામે બપોરે 3 વાગ્યે પ્રદર્શન:ટેટ મુક્તિ અને OPSની માંગણી સાથે ‎આજે અરવલ્લીના શિક્ષકોનાં ધરણાં‎
    Next Article
    10 દિવસ વરસાદની કોઈ મોટી આશા નથી:14 દિવસ બાદ ગરમીનો પારો‎ 38 ડિગ્રી નીચે,ઉકળાટ જૈસે-થે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment