Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 દિવસ વરસાદની કોઈ મોટી આશા નથી:14 દિવસ બાદ ગરમીનો પારો‎ 38 ડિગ્રી નીચે,ઉકળાટ જૈસે-થે‎

    3 days ago

    ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે સપ્તાહથી અનુભવાઇ રહેલા આકરા તાપ અને અસહ્ય ઉકળાટ વચ્ચે મંગળવારે વાતાવરણમાં થોડો પલટો જોવા મળ્યો હતો. સવારથી જ આકાશમાં 60 ટકા વાદળો છવાયેલા રહેતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા 14 દિવસમાં પ્રથમવાર ગરમીનો પારો 38 ડિગ્રીથી નીચે સરકીને 37.5 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. જોકે, તાપમાન ઘટવા છતાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી લોકોએ બફારાનો સામનો કરવો પડ્યો હતો. મંગળવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા લઘુત્તમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. રાહતની વાત એ છે કે છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના સમયે ઉકળાટનું જોર થોડું ઘટ્યું છે, પરંતુ બપોરે હવામાં 40 ટકા ભેજ રહેતા હજુ પણ પરસેવે રેબઝેબ થવું પડે તેવી સ્થિતિ છે. હવામાન વિભાગના ડેટા મુજબ, આગામી 10 દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં કોઈ મોટો વરસાદ પડવાની શક્યતા નથી, કારણ કે અત્યારે મોટાભાગે માત્ર ઊંચા સ્તરના વાદળોની અવરજવર જોવા મળી રહી છે. આ દરમિયાન મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદના કોઇ સંકેત નથી. બંને જિલ્લામાં સૂકું વાતાવરણ રહી શકે છે. જ્યારે 21 થી 25 જૂન દરમિયાન પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ અને સાબરકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં છુટાછવાયા હળવા વરસાદી ઝાપટાંની શક્યતા છે. પ્રી-મોનસૂનની નબળી સ્થિતિને લઇ ભાસ્કર એક્સપર્ટ ડૉ. રાજદીપસિંહ જાડેજા KVK-ભચાઉ સાથે ખાસ વાતચીત સવાલ : પ્રી-મોનસૂનો વરસાદ સામાન્ય કરતાં ઓછો છે શું કારણ છે? જવાબ : અરબ સાગર અને બંગાળની ખાડી તરફ આવતાં પવનો નબળા છે. અલનીનોના કારણે વરસાદનો માહોલ બનતો નથી. સવાલ : હજુ ક્યાં સુધી આ સ્થિતિ રહી શકે છે ? જવાબ : હજુ દસેક દિવસ આ સ્થિતિ રહી શકે છે. આ દરમિયાન છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટાં જોવા મળી શકે છે. પરંતુ વાવણી લાયક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. સવાલ : ખેડૂતો માટે આ સ્થિતિ કેવી છે ? જવાબ : પિયતની સગવડ હોય તેવા ખેડૂતો હાલ વાવણી કરી રહ્યા છે. પરંતુ વરસાદ પર આધાર રાખે છે તેમને વાવણીની રાહ જોવી જોઇએ.
    Click here to Read More
    Previous Article
    માગ ઉઠી:ભંગાર વાત્રક કોલોની રોડ રિપેર કરો
    Next Article
    21 જૂનના રોજ સવારે 9 થી પ્રતિબંધાત્મક આદેશ જાહેર કર્યા‎:ગીર સોમનાથ જિલ્લામાં રી-નીટની પરીક્ષાની તૈયારીને લઈ બેઠક મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment