Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા પંચાયત સામે બપોરે 3 વાગ્યે પ્રદર્શન:ટેટ મુક્તિ અને OPSની માંગણી સાથે ‎આજે અરવલ્લીના શિક્ષકોનાં ધરણાં‎

    4 days ago

    વર્ષ- 2005 પછી નોકરીએ લાગેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના અને TET પરીક્ષામાંથી મુક્તિની માંગને લઈને અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની શરૂઆત કરાઇ છે. સંઘ અને તમામ તાલુકા ઘટક સંઘના સંયુક્ત ઉપક્રમે આજે બુધવારે મોડાસામાં વિશાળ ધરણાં કાર્યક્રમ યોજાશે. સંઘના આગેવાનોના જણાવ્યા મુજબ, વર્ષોથી શિક્ષકો TETમાંથી મુક્તિ અને જૂની પેન્શન યોજના OPS લાગુ કરવાની માંગ સરકાર સમક્ષ કરી રહ્યા છે. પરંતુ વારંવારની રજૂઆતો છતાં સરકાર દ્વારા કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. આથી પોતાના હક અને અધિકાર માટે શિક્ષક સમાજે હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આપણા હક માટે - TETમાંથી મુક્તિના સૂત્ર સાથે યોજાનાર આ ધરણા કાર્યક્રમ બપોરે 3:00 કલાકે જિલ્લા પંચાયત સામે, મોડાસા ખાતે યોજાશે. સંઘ દ્વારા જિલ્લાના તમામ પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો અને કર્મચારી ભાઈ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવા જાહેર અપીલ કરવામાં આવી છે. આંદોલન દ્વારા સરકાર સુધી શિક્ષકોની વેદના પહોંચાડવાનો સંઘનો ઉદ્દેશ છે. ધરણા કાર્યક્રમ બાદ રાત્રે 8:00 કલાકે માલપુર રોડ સ્થિત ઓધારી મંદિર ખાતે ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંઘના હોદ્દેદારોએ જણાવ્યું કે ભાવભર્યા ભજનો સાથે સંઘની એકતા અને અધિકાર માટે પ્રાર્થના કરાશે. સંઘના નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી માંગ સંતોષાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. જો સરકાર દ્વારા માંગોની અવગણના કરાશે તો વધુ ઉગ્ર આંદોલનની રણનીતિ ઘડાશે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:મોડાસામાંથી ઓવરલોડ રેતી ભરી બેફામ દોડતાં સાત ડમ્પર પકડાયા
    Next Article
    માગ ઉઠી:ભંગાર વાત્રક કોલોની રોડ રિપેર કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment