Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:મોડાસામાંથી ઓવરલોડ રેતી ભરી બેફામ દોડતાં સાત ડમ્પર પકડાયા

    4 days ago

    મોડાસામાં ધનસુરા રોડ ઉપર, મેઘરજ રોડ ઉપર ઓવરલોડ ખનીજ વહન કરી બેફામ દોડતાં 7 ડમ્પરોને ઝડપી પાડી ટ્રાફિક પોલીસે તેમને એમવી એક્ટ મુજબ મેમો ફટકાર્યો હતો. સાથે સાથે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં ડમ્પર ચાલકો પાસેથી સ્થળ ઉપર 10હજાર દંડ વસૂલવામાં આવ્યો હતો. જિલ્લામાં બે દિવસમાં જ ઓવરલોડ ખનીજ વહન કરતાં ડમ્પરો ઝડપાતાં ખાન ખનીજ વિભાગની કાર્યવાહી ઉપર સવાલો ઉઠ્યા છે. અરવલ્લી જિલ્લામાં માર્ગ અકસ્માત થતા અટકે અને લોકો સુરક્ષિત રહે અને તેની સાથે સાથે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસપી મનોહરસિંહ જાડેજાએ આપેલી સૂચનાના ભાગરૂપે જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ ગામીત, ટ્રાફિક શાખાના પીએસઆઇ ધોળકિયા અને સ્ટાફ મોડાસા આસપાસના વિસ્તારો અને મેઘરજ રોડ ઉપર ટ્રાફિક વ્યવસ્થાની કામગીરીમાં હતા. દરમિયાન ડમ્પરોમાં ઓવરલોડ રેતી ભરી તેમાંથી પાણી ટપકતું હોય તેમ જ ડમ્પર ઉપર તાડપત્રી નહીં બાંધી અન્ય વાહન ચાલકોને અડચણરૂપ થાય તે રીતે ડમ્પર હંકારતા 7 ડમ્પર ચાલકોને ઝડપી પાડ્યા હતા. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ડમ્પર ચાલકોને મેમો આપી ટ્રાફિકના નિયમોનું ઉલંઘન કરતાં ચાલકો પાસેથી સ્થળ ઉપર જ રૂ.10હજાર દંડ વસૂલાયો હતો. જિલ્લા ટ્રાફિક દ્વારા ઓવરલોડ ખનીજ વહન કરતી ડમ્પરો ઝડપાતાં જિલ્લા ખાણ ખનીજ વિભાગ પણ શંકાના દાયરામાં આવ્યું હોવાની લોકોમાં ચર્ચાએ વેગ પકડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આયોજન:મોડાસા શહેરમાં આજે કોંગ્રેસની મોંઘવારી સહિતના પ્રશ્નો મુદ્દે રેલી
    Next Article
    જિલ્લા પંચાયત સામે બપોરે 3 વાગ્યે પ્રદર્શન:ટેટ મુક્તિ અને OPSની માંગણી સાથે ‎આજે અરવલ્લીના શિક્ષકોનાં ધરણાં‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment