Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:મોડાસા શહેરમાં આજે કોંગ્રેસની મોંઘવારી સહિતના પ્રશ્નો મુદ્દે રેલી

    4 days ago

    અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોડાસામાં સવારે 11:કલાકે મોંઘવારી, નીટ પેપર ફૂટવા મામલે તેમજ,પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ તેમજ ભ્રષ્ટાચારના વિરોધમાં ટાઉનહોલથી ચાર રસ્તા સુધી રેલીનું આયોજન કરાયું છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કમલેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ખેડૂતો વિદ્યાર્થીઓ અને પ્રજાના પડતર પ્રશ્નો તેમજ ભ્રષ્ટાચાર અને મોંઘવારીના પ્રશ્ને આજે બુધવારે કોંગ્રેસ દ્વારા મોડાસામાં વિશાળ રેલીનું આયોજન કરાયું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોંઘવારીના અસહ્ય મારથી પ્રજા પીડાઈ રહી છે સાથે સાથે નીટ ના પેપર ફૂટવાના મામલે વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરીને કોંગ્રેસે આક્રોશ ઠાલવ્યો હતો. પેપર ફૂટવાના મુદ્દે પણ કોંગ્રેસ કાર્યકરો દ્વારા સખત વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે ખેડૂતોના પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા તેમજ તેમને પડતી મુશ્કેલીઓમાં વધારો થતાં ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવાશે તેમ જણાવ્યું હતું. રેલીમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો પ્રદેશના હોદ્દેદારો પૂર્વ ધારાસભ્ય સહિત કાર્યકરો હાજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    હેરિટેજ લુક જાળવવા નિર્ણય:કોટ વિસ્તારમાં હેરિટેજ વિનાની મિલકતના કલર, રિપેરિંગ માટે મ્યુનિ.ને પૂછવું પડશે
    Next Article
    કાર્યવાહી:મોડાસામાંથી ઓવરલોડ રેતી ભરી બેફામ દોડતાં સાત ડમ્પર પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment