Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેરિટેજ લુક જાળવવા નિર્ણય:કોટ વિસ્તારમાં હેરિટેજ વિનાની મિલકતના કલર, રિપેરિંગ માટે મ્યુનિ.ને પૂછવું પડશે

    4 days ago

    અમદાવાદની વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ જાળવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. હવે કોટ વિસ્તારના 6 કિલોમીટરના દાયરામાં તથા તેના બહાર 200 મીટરના બફરઝોનમાં કોઈપણ નવા બાંધકામ માટે ‘હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ’ ફરજિયાત કરાયું છે. તાજેતરમાં યુનેસ્કોની ટીમે દાણાપીઠ મલ્ટીલેવલ પાર્કિંગ અને રેલવે સ્ટેશન સહિતના પ્રોજેક્ટ્સની મુલાકાત લઈ આ અંગે સૂચન કર્યું હતું. આ નિયમ હેઠળ હેરિટેજ ન હોય તેવી સામાન્ય મિલકતોના કલર કે રિપેરિંગ માટે પણ તંત્ર માર્ગદર્શન આપશે, જેથી ઐતિહાસિક ઇમારતોનો લુક ઝાંખો ન પડે. મધ્ય ઝોનની 57 પોળોમાં આ નિયમ કડક રીતે લાગુ કરાશે. ગયા મહિનાથી શરૂ થયેલી આ કામગીરીને કારણે ૨૦ પ્રોજેક્ટ્સ પ્રભાવિત થયા છે. છેલ્લાં 9 વર્ષમાં 200 હેરિટેજ ઘરનું રિનોવેશન થયું છેલ્લા 9 ‌વર્ષમાં કોટ વિસ્તારમાં આવેલા 200 થી વધારે હેરિટેજ હોમનું નિયમ પ્રમાણે પરવાનગી સાથે રિસ્ટોરેશન કે રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. આ રિનોવેશન કે રિસ્ટોરેશન માટે તમામ ધારાધોરણોનું પાલન કરીને જ બાંધકામ કરવામાં આવ્યું છે. કાલુપુર, ખાડિયા, જમાલપુરમાં 57 પોળ હેરિટેજ દરિયાપુર, ખાડિયા, શાહપુર, ખાડિયા, જમાલપુરમા 57 જેટલી પોળ એવી આવેલી છે જેની હેરિટેજ વેલ્યુ વધારે છે. આ પોળમાં રિનોવેશનને લગતાં નિયમો સ્પષ્ટ છે. જ્યાં મ્યુનિ. વિશેષ ભાર આપવામાં આવશે. યુનેસ્કોના સૂચન બાદ 50 પોળમાં અમલ શરૂ કરાયો કોટ વિસ્તાર અને 200 મીટર બફરઝોનમાં નિકટવર્તી હેરિટેજ ઇમારતોની સુંદરતા જાળવવા હવે નવું બાંધકામ કે સામાન્ય મિલકતોના કલર-રિપેરિંગ માટે ‘હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ’ ફરજિયાત કરાયું છે. યુનેસ્કોના સૂચન બાદ મધ્ય ઝોનની 50 પોળોમાં આ નિયમ કડક રીતે લાગુ થશે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાન-રાજસ્થાન પર નવી વેધર સિસ્ટમ સક્રિય:વાદળિયા વાતાવરણથી ગરમી ઘટી પણ બફારાથી લોકો ત્રસ્ત
    Next Article
    આયોજન:મોડાસા શહેરમાં આજે કોંગ્રેસની મોંઘવારી સહિતના પ્રશ્નો મુદ્દે રેલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment