Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાન-રાજસ્થાન પર નવી વેધર સિસ્ટમ સક્રિય:વાદળિયા વાતાવરણથી ગરમી ઘટી પણ બફારાથી લોકો ત્રસ્ત

    4 days ago

    વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી વાદળિયું વાતાવરણ સર્જાયું છે, પણ શહેરના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર ન થયો નથી. પરંતુ, વાદળિયા વાતાવરણથી શહેરમાં ગરમી ઘટી છે પણ બફારાથી લોકો પરસેવે રેબઝેબ થયા હતા. હવામાન વિભાગના આંકડા મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29.0 ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 62 ટકા અને સાંજે 5.30 કલાકે 32 ટકા નોંધાયું હતું. આમ, શહેરના તાપમાનમાં મોટો ફેરફાર થયો ન હોવા છતાં વાદળિયા વાતાવરણથી શહેરમાં એકતરફ ગરમી ઘટી છે, પણ બફારાનું પ્રમાણ યથાવત રહેતાં લોકો પરેશાન થયાં છે. અમદાવાદમાં ચોમાસું પ્રવેશતા હજુ 5 દિવસ અમદાવાદમાં ચોમાસું પ્રવેશતા હજુ 5 દિવસની વાર લાગી શકે છે.રાજસ્થાન અને દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન ઉપર હાલમાં સક્રિય અપર એર સાયક્લોનિક સરક્યુલેશનથી અરબી સમુદ્રના પશ્ચિમી અને દક્ષિણ-પશ્ચિમી પવનો ભેજયુક્ત પવનો ગુજરાત તરફ ખેંચાઈ રહ્યા હોવાથી વાતાવરણમાં ભેજ વધશે. જેથી મહત્તમ તાપમાન 39થી 40 ડિગ્રી આસપાસ રહેશે. પરંતુ 43 ડિગ્રી જેવી ગરમી અનુભવાશ. - એ.ટી. દેસાઈ, હવામાન નિષ્ણાત
    Click here to Read More
    Previous Article
    પાલિકાએ સમારકામ કરવાને બદલે ઈંટના રોડાથી ખાડો પુર્યો:પાલનપુરના ઢુંઢિયાવાડીમાં બેંકને સાંકળતા માર્ગના બ્લોક બેસી ગયા
    Next Article
    હેરિટેજ લુક જાળવવા નિર્ણય:કોટ વિસ્તારમાં હેરિટેજ વિનાની મિલકતના કલર, રિપેરિંગ માટે મ્યુનિ.ને પૂછવું પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment