Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારાના કણજા ગામે તંત્રની મોટી કાર્યવાહી:ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ, લાખોનો મુદ્દામાલ જપ્ત

    4 days ago

    વ્યારા તાલુકાના કણજા ગામે તાપી નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર વહીવટી તંત્રએ કાર્યવાહી કરી છે. પ્રાંત અધિકારી, મામલતદાર, ભુસ્તર વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તાપી નદીના પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર રેતી કાઢવામાં આવતી હોવાની ફરિયાદો લાંબા સમયથી મળતી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈ વ્યારા વહીવટી તંત્ર દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારીની આગેવાનીમાં મામલતદાર, ભુસ્તર વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પોલીસે કણજા ગામ નજીક તાપી નદીના પટમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢવાનું કામ ચાલી રહ્યું હતું. તંત્રની તપાસમાં ઘટનાસ્થળેથી ત્રણ હિટાચી મશીનો, રેતી કાઢવા માટે વપરાતી દસ નાવડીઓ અને રેતી ભરેલા બે હાઈવા ટ્રક મળી આવ્યા હતા. આ તમામ સાધન-સામગ્રીને તાત્કાલિક જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત લાખો રૂપિયામાં હોવાનું મનાય છે. ભુસ્તર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર ખનન કરનારા તત્વો અને તેમને પીઠબળ આપનારાઓની તપાસ ચાલી રહી છે. વહીવટી તંત્રએ ચેતવણી આપી છે કે ગેરકાયદેસર ખનન કરનાર કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ આકરી કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દરેડ પાસે સફેદ રંગની ઈકો કાર દેશી દારૂ ઝડપાયો:4 લાખના મુદ્દામાલ સાથે કારચાલકની ધરપકડ, મોકલનાર અને ખરીદનાર સહિત 3 ફરાર
    Next Article
    જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે બફારો:મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદ, હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા નોંધાયું, આગામી દિવસોમાં પણ ઝાપટાંની સંભાવના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment