Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેલિકન ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટમાં વાહનચાલકો ઉભા રહેતા નથી:પૂશબટન દબાવ્યા બાદ રોડ ક્રોસ કરતા રાહદારીઓને અકસ્માતનો ભય, નિયમોને લઈ લોકોમાં જાગૃતતાનો અભાવ

    3 days ago

    વિદેશની જેમ રોડ ક્રોસ કરવા માટે અમદાવાદના સીજી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં આસાની રહે અને અકસ્માત ન સર્જાય તેના માટે પેલિકન ટ્રાફિક સિગ્નલ (પુશ-બટન સંચાલિત) ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જોકે રાહદારીઓ માટે ઊભી કરવામાં આવેલી આ સુવિધાના ઉપયોગ માટે વાહનચાલકો હજુ વધારે જાગૃત બન્યા નથી. કોઈપણ નાગરિક જ્યારે બટન દબાવે છે અને રેડ લાઈટ થાય છે તેમ છતાં પણ વાહન ચાલકો ઉભા રહેતા નથી. રાહદારીઓએ ડરતા ડરતા રોડ ક્રોસ કરવો પડે છે. કેટલાક લોકો આ બટનનો ઉપયોગ પણ કરતા નથી. દિવ્ય ભાસ્કર દ્વારા શહેરના સી.જી રોડ ઉપર મ્યુનિસિપલ માર્કેટ પાસે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસથી લગાવવામાં આવેલું પેલિકન ટ્રાફિક સિગ્નલના ઉપયોગને લઈને ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. સીજી રોડ ઉપર રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટે મ્યુનિસિપલ માર્કેટ પાસે જગ્યા રાખવામાં આવેલી છે, જ્યાં પેલિકન ટ્રાફિક સિગ્નલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે. રાહદારીઓ બટન દબાવીને જઈ શકે તેના માટે રેડ અને ગ્રીન એમ બે સિગ્નલ રાહદારીઓની જાણકારી માટે મૂકવામાં આવ્યું છે. વાહનચાલકો માટે પણ રેડ અને ગ્રીન સિગ્નલ મૂકવામાં આવ્યા છે. વાહનચાલકો રેડ લાઈટમાં ઉભા રહેતા નથી જોકે કોઈપણ વ્યક્તિ આ બટન દબાવીને જ્યારે રોડ ક્રોસ કરે છે ત્યારે ત્યાં વાહનચાલકો રેડ લાઈટ હોવા છતાં પણ ઊભા રહેતા નથી. રાહદારીઓ પેલિકન ટ્રાફિક સિગ્નલનું પૂશ બટન દબાવી ને જ્યારે ગ્રીન સિગ્નલ થઈ જાય છે ત્યારે રોડ ક્રોસ કરવા જાય ત્યારે વાહનો માટે રેડ સિગ્નલ થતી હોવા છતાં પણ કોઈ વાહન ચાલક ગાડી ઉભો રાખતો નથી અને ડરતા ડરતા રાહદારીઓ રોડ ક્રોસ કરે છે. રેડ સિગ્નલ હોવા છતાં પણ વાહન ચાલકો ન રોકાતા અકસ્માતની સંભાવના વધી જાય છે. બટનનો ઉપયોગ વિના લોકો રોડ ક્રોસ કરે જોકે કેટલાક રાહદારીઓ આ બટનનો પણ ઉપયોગ કરતા નથી અને સીધા રોડ ક્રોસ કરવા માટે જતા રહે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પરંતુ હજી સુધી લોકોમાં તેના જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. સીજી રોડ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી, કારણ કે જ્યાં પેલિકન ટ્રાફિક સિગ્નલ પુશ બટન મૂકવામાં આવ્યું છે ત્યાં જ કેટલાક લોકો રોંગ સાઈડમાં આવતા જોવા મળ્યા છે. અકસ્માત થવાની સંભાવના વધી જાય છે નૂતન જાદવ નામની યુવતીએ જણાવ્યું હતું કે રાહદારીઓ રોડ ક્રોસ કરી શકે તેના માટે રેડ અને ગ્રીન એમ બે પ્રકારના સિગ્નલ મૂકવામાં આવ્યા છે. જોકે કેટલાક વાહનચાલકો અહીંયા રેડ સિગ્નલ હોવા છતાં પણ વાહન ઊભું રાખતા નથી અને જવા દે છે જેના કારણે થઈને અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. નાગરિકોએ સરળતાથી આ રોડ ક્રોસ કરવો હોય તેના માટે આ પોસ્ટ બટનનો ઉપયોગ કરવો જોઈએ અને લોકોને જાગૃત પણ થવું જોઈએ. ઉન્નતી ઠક્કર નામની યુવતીએ જણાવ્યું હતું કે આ પુશ બટન મૂકવામાં આવ્યું છે પરંતુ કેટલાક લોકો આ બટન દબાવવાથી રેડ સિગ્નલ થઈ જાય છે છતાં પણ ઊભા રહેતા નથી. જેથી લોકોએ આ બાબતે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે નહીં તો અકસ્માતો થઈ શકે છે. પ્રાયોગિક ધોરણની ટ્રાયલ સફળ રહી તો અન્ય જગ્યાએ ઈન્સ્ટોલ કરાશે સી.જી. રોડ પર શરૂ કરાયેલા આ પાયલોટ પ્રોજેક્ટની કામગીરી અને તેની સફળતાનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા બારીકાઈથી અવલોકન કરવામાં આવશે. જો આ પ્રાયોગિક ધોરણની ટ્રાયલ સફળ અને લોકઉપયોગી સાબિત થશે, તો ટ્રાફિક પોલીસની જરૂરિયાત અને સૂચન મુજબ શહેરના અન્ય ક્રોડવાળા વિસ્તારો અને ભારે ટ્રાફિક ધરાવતા મુખ્ય ચાર રસ્તાઓ પર પણ આવા પેલિકન સિગ્નલ આગામી સમયમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. સુરક્ષિત રસ્તો ઓળંગી શકે તે માટે સુવિધા પેલિકન સિગ્નલ એ ખાસ કરીને પદયાત્રીઓ સરળતાથી અને સુરક્ષિત રીતે રસ્તો ઓળંગી શકે તે માટે તૈયાર કરાયેલી બટન-ઓપરેટેડ સિસ્ટમ છે. જ્યારે કોઈ નાગરિકને આ વ્યસ્ત રોડ ક્રોસ કરવો હશે, ત્યારે તેમણે સિગ્નલના થાંભલા (પોલ) પર લગાવેલું સ્પેશિયલ બટન દબાવવાનું રહેશે. નાગરિક દ્વારા બટન દબાવતાની સાથે જ આ સિગ્નલ સિસ્ટમ એક્ટિવ થઈ જશે અને થોડી જ સેકન્ડોમાં સામેથી આવતા વાહનો માટેની ટ્રાફિક લાઈટ લાલ થઈ જશે. પેલિકન સિગ્નલમાં લાલ લાઈટ થાય તો ઉભું રહેવું વાહનો ઉભા રહી જતાં પદયાત્રીઓ કોઈપણ પ્રકારના અકસ્માતના ભય વિના, શાંતિથી અને સુરક્ષિત રીતે ઝેબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગી શકશે અને તે માટે પૂરતો સમય પણ મળશે. ટ્રાયલ સફળ જશે તો આખા શહેરમાં અમલીકરણ કરાશે મ્યુનિ. અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ જાહેર કરીને નાગરિકોને મ્યુનિસિપલ માર્કેટ પાસેથી પસાર થતી વખતે પદયાત્રીઓની સુરક્ષા માટેની આ નવી સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવા જણાવાયું છે. આ સાથે જ તમામ વાહનચાલકોને પણ તાકીદ કરવામાં આવી છે કે જ્યારે પણ આ પેલિકન સિગ્નલ લાલ થાય, ત્યારે નિયમ મુજબ સ્ટોપ લાઈન પર પોતાના વાહનો અચૂક થોભાવી દે અને રસ્તો ઓળંગતા પદયાત્રીઓને સહકાર આપે, જેથી શહેરના રસ્તાઓ સૌ માટે સુરક્ષિત બની રહે.
    Click here to Read More
    Previous Article
    ભારતીયોના પણ મોત થયા છે:G-7માં મોદીએ હોર્મુઝમાં ભારતીયોના મોતનો મુદ્દો ઉઠાવ્યો, ટ્રમ્પને કહ્યું- નાવિકોની સુરક્ષા આપણી જવાબદારી
    Next Article
    પાટણમાં 16 જુલાઈએ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળશે:મંદિર પરિસરમાં મહત્વની બેઠક મળી, તૈયારીઓ માટે વિવિધ સમિતિઓની સર્વાનુમતે રચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment